વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્યોએ પુરવઠા નિગમના તા.26/02/2021ના પરિપત્ર સંદર્ભ આપી રાજય સરકાર ઓછા ભાવે તુવેરદાળ ખરીદી ઉંચા ભાવે વિતરણ કરે છે તેવા ખોટા અને પાયા વિહોણા આક્ષેપો કરેલ હતા.

આ સંદર્ભે પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે કે, પુરવઠા નિગમનો તા.26/02/2021નો પરિપત્રએ પુરવઠા નિગમના સમગ્ર રાજયમાં આવેલ ગોડાઉનની તપાસણી સમયે જણાઇ આવતી ધટ અન્વયે તે માટે જવાબદાર અધિકારી/કર્મચારી/ઇજારદાર/સપ્લાયર દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિ/બેદરદારી/ ક્ષતિયુકત કામગીરીના કારણે જથ્થામાં તપાસણી દરમ્યાન જણાયેલ ધટની વસુલાત બાબતનો છે. આ પરિપત્રમાં નિગમ દ્વારા વિતરણ થતી વિવિધ જણસીઓની પડતર કિમતના બમણા ભાવે વસુલાત સંબધિતો પાસેથી કરવાની રહે છે, તેની દરેક જણસીવાર વિગતો આપેલ છે. જેમા તુવેરદાળની પડતર કિમત રૂા.3900/- પ્રતિ કિવન્ટલ જણાવેલ છે, જે નિયમો મુજબ ગત વર્ષે 2019-20ની વર્ષ દરમ્યાન થયેલ ખરીદીની પડતર કિમત તથા. વસુલાતપાત્ર ડબલ ભાવ દર્શાવેલ છે. આ પરિપત્ર નિગમની આંતરિક અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે બહાર પાડેલ છે, જેને તુવેરદાળની હાલ વર્ષ 2020-21માં થતી ખરીદીની બાબત સાથે સુસંગત નથી.

હાલ રાજય સરકાર રાજયના ગરીબ પરિવારોને રૂા.61/- પ્રતિકિલોના રાહત ભાવે તુવેરદાળનું વિતરણ કરે છે. જેના માટે સરકારને પડતર કિમત રૂા.91/- પ્રતિકિલો પડે છે. એટલે કે, રાજય સરકાર પ્રતિકિલો રૂા.30/-ની સબસીડી ભોગવે છે. હાલમાં તુવેરદાળનો બજારભાવ આશરે રૂા.98/પ્રતિકિલો જેટલો છે, તુવેરદાળની બજાર કિમત રોજે રોજ બદલાતી રહે છે.

વર્ષ 2019-20ના મે-જૂન મહિના દરમ્યાન રાજય સરકારે કેન્દ્ર સરકારની પીએસએસ સ્કીમ હેઠળ મળેલ તુવેરદાળનો મર્યાદિત જથ્થો વિતરણ કરેલ હતો. આ યોજનામાં કેન્દ્ર સરકારની રૂા.15/પ્રતિકિલો સબસીડી ગણતા નિગમને પડતર કિમત રૂા.39/- પ્રતિકિલો થવા જતી હતી. આ જથ્થો કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ મારફતે પુરો પાડવામાં આવેલ હતો, જે બાબત મે-જૂન 2019ની છે અને આજે વર્ષ 2020-21ના માર્ચ મહિનામાં થતાં વિતરણ માટે ખરીદાયેલ તુવેરદાળની કિમત સાથે સુસંગત નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.