માણાવદરમાં નગરપાલિકાની સારેઆમ લાપરવાહી થી પ્રિમોન્સુન કામગીરી થઇ ન હોય તેવી આમજનતામાંથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ગઈકાલે સવારે દોઢ ઇંચ વરસાદમાં રસ્તામાં ઠેર ઠેર પાણી ભરાવા લાગ્યા વાસ્તવમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા જ પાલિકા ની લાપરવાહી ના કારણે થઇ નથી દર વખતે થોડા વરસાદ માં પાણી ભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે  ભુગર્ભ  ગટર ના ભૂંગળા અત્યંત નાના હોય થોડા વરસાદમાં ભરાય જાય છે તો બીજી તરફ ચોમાસા પહેલાની પ્રિમોન્સુન કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિના કારણે ઠેર ઠેર નાની મોટી ગટરો કચરાથી ઉભરાતી હોવાની પ્રજાજનો ફરિયાદો કરે છે પ્રિમોન્સુન કામગીરી માટે ગ્રાન્ટના બીલોજ બની ગયાની ઠેર ઠેર ચર્ચા છે ત્યારે ઉચ્ચ તંત્ર તાકિદ સ્થળ મુલાકાત લઇ જન હિતમાં કામ કરે તેવી માંગણી ઉઠવા પામી છે તાલુકામાં કોરોનાનો કેસ થયેલ હોવા છતા બે મહિને સેનીટાઇઝર કરાતું નથી તેવી આમ જનતા ફરિયાદો કરે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.