પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં 1.14 લાગથી વધુ નાગરીકો જોડાયા: 1,00,43,295 કલાકનું શ્રમદાન થકી 301 ટન કચરો એકત્રિત કરી 289  ટન કચરાનો નિકાલ

2 ઑક્ટોબર – મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડા પ્રધાનના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ તા.17 સપ્ટેમ્બર, 2024 થી તા.31 ઓક્ટોબર, 2024 સુધી “સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪” પખવાડિયાની કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજ્યની 8 મહાનગરપાલિકા અને 157 નગર પાલિકાઓમાં  આ અભિયાન ને વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે એમ શહેરી વિકાસ  વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં 1,14,225 થી વધુ નાગરીકોએ સફાઈ ઝુંબેશમાં જોડાઈને 1,00,43,295 કલાકનું શ્રમદાન હાથ ધરીને 301 ટન કચરો એકત્રિત કર્યો છે  જે પૈકી 289 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.

આ ઉપરાંત રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ 2121 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના 2058 મુખ્ય રસ્તાઓ, 664 માર્કેટ વિસ્તાર, ૨૫૭૪ કોમર્શીયલ વિસ્તાર, ૫૩૫૭ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ સાથે કુલ 714 બ્લેક સ્પોટની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. તેમજ રાજયની મહાનગરપાલિકા અને નગર પાલિકાઓ માં કુલ 250 રેડ સ્પોટ (પાનની પિચકારી) 233 યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે અને 1589 કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની પણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે.

રાજયની મહાનગરપાલિકા/નગર પાલિકાઓમાં સ્વચ્છતા સંદર્ભે જન જાગૃતિ કેળવાય તે આશયથી 76 થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.