કેશોદની ચાણક્ય એજ્યયુકેશન ટ્રસ્ટ વિવાદોમાં સપડાયું છે.ગાંધીનગર ખાતેના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજુ કરાયેલા નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ ફેક હોવાની જાણ થતાં જ શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્યું હતું. આ અંગે નગરપાલિકાનાના અધિકારીએ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણ સવજીભાઈ ગજેરા સામે ગુનો દાખલ કરાવ્યો છે. આ વાતની જાણ કેશોદમાં ખળભળાટ મચી ગયો હતો.
શું છે બોગસ એનઓસી વિવાદ
કેશોદની ચાણાક્ય એજ્યુકશન ટ્રસ્ટ દ્વારા કેવદા ખાતે ન્યુ એરા પ્રોફેસર એકેડમી હાઈસ્કુલ,ન્યુ એરા પ્રોફેસર કોમર્સ સ્કુલ અને ન્યુ એરા સાયન્સ સ્કુલની કાર્યવાહી માટે ગાંધીનગર ખાતેના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ચાણાક્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન અરજી કરી હતી.જેમાં નો ઓબ્જેકશ સર્ટી રજુ કરાયા હતા. આ સર્ટી બોગસ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રહસ્ય ખૂલતાં જ ખળભળાટ મચી ગયો છે.
કેશોદ પોલીસે નોંધ્યો ગુનો
ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટ દ્વારા બનાવટી અને બોગસ એનઓસી સર્ટીફિકેટ રજુ કરાયા હોવાનું બહાર આવતાં જ નગરપાલિકાના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.મ્યુનિસિપલ એંજિનિયર વિપુલ ચોહાણે કેશોદ પોલીસ સ્ટેશનમાં ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણ ગજેરા સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.
એનઓસી બોગસ કઈ રીતે ?
ચાણક્ય એજ્યુ.ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતેની કચેરીમાં જે એનઓસી રજુ કરાયા હતા તેમાં બોગસ સહીઓ કરવામાં નગરપાલિકાના ચીફ ઓફિસરનું નામ બહાર આવ્યું છે. .જે સર્ટી અંગે ખરાઈ કરવા માટે મદદનીશ શિક્ષણ નિરિક્ષક,જીલ્લા અધિકારી જુનાગઢ ખાતે મોક્લ્યા હતા. આ તપાસમાં ચોંકાવનારા કાંડનો પર્દાફાશ થયો હતો.
બોગસ એનઓસી કાંડમાં કોની કોની સંડોવણી?
કેશોદ પોલીસે બોગસ NOC કાંડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સવાલ એ ઉભા થાય છે કે બોગસ એનઓસી કાંડમાં કોની કોની સંડોવણી બહાર આવશે ? બોગસ એનઓસી બનાવવાના કાંડમાં કોની શું ભુમિકા રહેલી છે ? બોગસ NOC બનાવવાના કાવતરાના મુખ્ય સુત્રધાર કોણ ? કોણે બોગસ એનઓસી બનાવવા માટે પ્રેરીત કર્યા હતા ? બોગસ NOC બનાવવા માટે બનાવટી રબરસ્ટેમ્પ ક્યાં બનાવ્યા ? બનાવટી રબર સ્ટેમ્પ કોણે બનાવી આપ્યા ? ટ્રસ્ટ દ્વારા અગાઉ કોઈ બનાવટી પુરાવા બનાવ્યા કે ઉભા કર્યા હતા ? અન્ય કોઈ ટ્રસ્ટીઓની સંડોવણી છે કે કેમ ? આવા અસંખ્ય સવાલો સામે આવ્યા છે.જોવાનું એ રહે કે બનાવટી NOC કાંડના ગુનાની અસર સંસ્થાની રેપ્યુંટેશન પર કેવી પડશે. કેશોદ પોલીસ તટસ્થ તપાસ કરી સનસનીખેજ બાબતો બહાર લાવી શકશે કે કોઈ રાજકીય દબાણ આવે તો કોભાંડીઓને મદદ કરશે ? આવી ચર્ચાઓ લોકોમાં વહેતી થઈ છે.