આલ્કોહોલ બેઇઝ સેનેટાઇઝર વાપરવાનો આગ્રહ રાખવો કારણ કે કોરોના અને તેના જેવા બીજા ઘણાં વાયરલ બેકટેરીયાની બહારની સપાટી આલ્કોહોલથી તૂટે છે, અને તેનું સ્ટ્રકચર તુટી જવાથી તે ચેપ લગાડી શકતો નથી
અત્યારે બધી બાજુથી સેનેટાઇઝરની ડિમાન્ડ નીકળતા માર્કેટમાં તેની અછત વર્તાઈ રહી છે
હાલમાં કોરોના એ પુરા વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો છે. અને સમગ્ર વિશ્ર્વ લોક ડાઉન થયેલું છે. ત્યારે આ વાયરસની સામે લડત આપવા માટે બે વસ્તુ મહત્વની છે. એક માસ્ક પહેરવો અને બીજું હાજ સેનેરાઇઝ કરવા હાલની પરિસ્થિતિમાં કોઇપણ વસ્તુને અડતા પહેલા હાથને સેનેરાઇઝ કરવા જરૂરી છે.
આ અંગે અબતક સાથે વાતચીતમાં સરકારી મેડીકલ કોલેજ રાજકોટનાં બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના ડો. નિમિષ મુંગરાએ વધુમાં જણાવેલ કે અત્યારે બધી બાજુથી સેનેરાઇઝરની ડીમાન્ડ નીકળતા માર્કેટમાં સેનેરાઇઝરની ખુબ જ અછત વર્તાય રહી છે. ત્યારે આપણે ઘરે સેનેરાઇઝર બનાવીને ઉપયોગમાં લઇ શકાય તે માટે આલ્કોહોલ બેઇઝ સેનેરાઇઝર વાપરવું ખાસ જરુરી છે. બીજા નોન આલ્કોહોલ બેઇઝ સેનેરાઇઝરની હાલની પરિસ્થિતિમાં વાપરવું યોગ્ય નથી. કારણ કે કોરોના અને તેના જેવા બીજા વાયરસ અને બેકટેરીયાની બહારની સપાટી આલ્કોહોલથી તુટે છે. અને તેનું સ્ટ્રકચર તુટી જતાં ને ચેપ લગાડી શકતો નથી. માટે આલ્કોહોલ બેઇઝ સેનેરાઇઝર વાપરવાનો આગ્રહ રાખવો જોઇએ. આલ્કોહોલ બેઇઝ સેનેરાઇઝર બનાવવા માટે આઇ.પી.એ. મુખ્ય વસ્તુ છે. આઇ.પી.એ. એટલે આપસો પ્રોપાયટ આલ્કોહોલ અને ડીઆઓનાઇઝ વોટરનું પ્રમાણ ૭૦.૩૦ નું રાખવામાં આવે છે. ડીસ ઇન્ફેકટન્ટ માટે હાઇડ્રોજન પેરોકસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું પ્રમાણ ૪ થી પ ટકાનું હોય છે. આ ઉપરાંત હાથ ડ્રાય ન થાય અને ચામડીને આલ્કોહોલ નુકશાન ન કરે તે માટે તે માટે તેમાં ર થી ૩ ટકા ગ્લીસરીનનું પ્રમાણ ઉમેરવામાં આવે છે. એન્ટી બેકટેરીયલ માટે થોડા પ્રમાણમાં ગ્લુટરાલ્ડીહાઇડ પણ ઉમેરી શકાય તેમજ રંગ અને યોગ્ય સુગંધ માટે ફેગ્રેન્સીસ અથવા એસેસીયલ ઓઇલના થોડા ટીપા ઉમેરી સુગંધીમય હેન્ડ સેનેરાઇઝર બનાવી શકાય છે. જેને સ્વચ્છ બોટલમાં ભરીને પછી ઉપયોગમાં લઇ શકાય છે.