રસીની “રસાખેંચ”: રાજ્યોને વસ્તીના આધારે ડોઝ નહિં ફાળવાય!!

કોરોના મહામારીને નાથવા રસીકરણની ઝુંબેશ દરેક રાષ્ટ્રમા શરૂ થઈ છે. ભારતમાં કેન્દ્ર સરકારે આ માટે નવી ગાઈડલાઈન સાથે સંપૂર્ણ નકશો રજૂ કર્યો છે. કિંમતો, આડઅસર તેમજ ડિસ્ટીબ્યુશનને લઈ રસીની ‘રસ્તાખેંચ’ ચરમસીમાએ પહોચી છે. આ વચ્ચે સરકારે રસીકરણ ઝુંબેશને વધુ તેજ બનાવી જલદીથી નાગરિકોને રસી અપાવા માંડે તે માટેના પ્રયાસોમાં જુટાઈ છે. આ માટે રાજયોને નિયમ નિયંત્રણોની સાથે નિર્દેશો જારી કરાયા છે. જે મુજબ ઉંમર બાધ’ના કારણે વૃધ્ધાવસ્થા અને દર્દીઓની સંખ્યા રસી માટેનું ગણીત નકકી કરશે. વસ્તીના આધારે રાજયોને રસીના ડોઝ નહિ ફાળવાય પરંતુ કયાં રાજયમાં કોલા દર્દીઓ છે, તેમા પણ ‘ઉંમર’ ખાસ પરિબળ બની રહેશે ૫૦ વર્ષથી વધુના નાગરીકોની સંખ્યાને ધ્યાને રાખી તમામ રાજયોને રસીના ડોઝ ફાળવાશે. જેમાં તમિલનાડુ પ્રથમ છે.

સામાન્ય રીતે એવું તારણ હતુ કે દેશના આર્થિક પછાત રાજયોને પ્રથમ તક અપાશે પરંતુ દર્દીઓની સંખ્યા અને ૫૦ વર્ષથી વધુની ઉંમરનાં કોરોનાગ્રસ્ત લોકો આ માટે આધારભૂત પરિબળ બન્યા છે. આથી જ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, અને રાજસ્થાન કરતા તમિલનાડુને સાથી વધુ ડોઝ મલવાના છે. તમિલનાડુ કે જયાં બિહારની સરખામણીએ પણ ઓછી વસ્તી છે. બિંહારમાં તમિલનાડુ કરતા ૬૦ ટકા વધુ વસ્તી છે જે ૧૨.૩ કરોડ છે. પરંતુ તમિલનાડુમાં વૃધ્ધ લોકોની સંખ્યા વધુ હોવાથી સૌથી વધુ ડોઝ આ દક્ષિણી રાજયને જ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.