લગ્નની સિઝનમાં કમુરતા સમાન કોરોનાનું ગ્રહણ
રાત્રી કરફયુએ વધાર્યું મેરેજ અરેન્જમેન્ટનું ક્નફયુઝન-લગ્નમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા તેની બબાલ જોવા મળી રહી છે લગ્નનું મૂહૂર્ત સાચવવું કે મહામારીની ગાઈડલાઈન, લગ્ન કરવા મિયા-બીબી રાજી છે પણ કોરોના શુભ કાર્યમાં શૈતાન બન્યો છે : મંદિર પહેલા કંકોત્રી પોલિસ સ્ટેશન લઈ જવી પડે એવી સ્થિતિ ઉદ્ભવી છે
૨૦૦ વ્યકિતની જગ્યાએ ૧૦૦ની ગાઈડલાઈન આવતા સાથે રાત્રી કફર્યુ લદાતા મ્યુઝિકલ પાર્ટી-દાંડીયારાસ-લગ્નગીતો જેવા આયોજનો પડી ભાંગ્યા: વ્યકિત મર્યાદામાં અંગત પરિવારજનોને કાપવાનો વારો આવ્યો
લોકડાઉન બાદ સીઝન ઉઘડતા મ્યુઝિકલ પાર્ટી-દાંડીયારાસ-ડીજે કલાકારો, ગાયકોની માંગને બુકીંગ મળ્યા હતા ત્યાંજ સમય આવતા હવે રાત્રી કફર્યું અમલ થતા તમામ રાત્રી આયોજન રદ થતા કલાકારો પાછા બેકાર થઈ ગયા છે. માર્ચ પછી લગ્ન સમારોહ સાથે સંકળાયેલા કલાકારો સહિત તમામને આયોજન બંધ થતા ફરી આજીવિકાનો પ્રશ્ર્ન આવી ગયો છે.
કોરોના મહામારીતો છે જ ત્યાં રાત્રી કફર્યું લદાતા જેના રાત્રીનાં લગ્ન હતા તે બધાને આગળ કે પાછળ તારીખ ફેરફાર કરીને ઘરના જ લોકો પ્રસંગ આટોપી લેવા તૈયાર થઈ ગયા છે. આ ગાળા દરમ્યાન શહેરમાં હોલ કે વાડી ખાલી જ ન હતા પણ નિયમ આવતા વર-ક્ધયા પાસે પોતાના રાત્રી આયોજન માટે હદ બહાર શહેરથી દૂર આયોજન કરવાની ફરજ પડી છે.
૨૬ થી ૩૦ નવેમ્બરના તમામ ટેલીફોનીક સુચનાથી આમંત્રણ રદ કરવા પડયા છે. અમુક જણાએ તો આયોજન જ બંધ રાખીને ૨૦૨૧માં બધુ નકકી કરી નાંખ્યું છે. લગ્નની મંજૂરીની કડાકૂટમાં તંત્રની મંજૂરી સાથે નજીક પોલિસ સ્ટેશનની મંજૂરી પણ લેવી પડતી હોવાથી લગ્નની કામગીરીમાં આ કામગીરી વધી જતાં બધા દોડધામ કરવા લાગ્યા છે. અમુકને ૨૦૦ની મંજૂરી પણ મળી ગઈ છે. પણ નવા નિયમમાં તેને ૧૦૦ની બાદ બાકી કરીને જ પ્રસંગ કરવો પડશે એવી સ્થિતિ પેદા થઈ છે.
નવા નિયમમાં વર-ક્ધયા બંનેનાં ૫૦-૫૦ લોકોમાં ગોરમહારાજ-ફોટો-વિડયો ગ્રાફર કેટરર્સ વાળાનો સમાવેશ આવી જતા બંને પક્ષો મુંઝાયા છે. મંજુરીમાં પણ પ્રસંગમાં હાજર રહેનારનું નામ -ઉંમર,મો.નં. સહિતની વિધીતો કરવાની જ છે. ૨૦૨૦ના લગ્નમાં કોરોનાએ કફર્યુંએ બાધા નાંખીને કેટલાયના શુભ પ્રસંગે બાધા લાવીને રંગમાં ભંગ પાડયો છે.
કેટરર્સ, પાર્ટી પ્લોટ, હોલ ભાડાની રકમ એડવાન્સમાં અપાઈ હોવાથી તે મોટી રકમ જતી કરવાનો વારો આવ્યો છે. પરિવારમાં શુભ પ્રસંગ હોય ત્યારે માતાજીની કંકોત્રી બાદ પોલિસ કે તંત્રને પણ કંકોત્રી આપવી પડે છે. આ લગ્ન સિઝનમાં વર-ક્ધયા બંને પક્ષોની મુંઝવણ વધી ગઈ છે. અમુક લોકોએ તો કોર્ટમેરેજ કરીને આવતા વર્ષે પૂર બહારમાં આયોજન વિચારાયું છે. દરરોજ નિત-નવી ગાઈડલાઈનથી વરરાજા મુંઝાયાને ફુલેકાતો રાતનાં હોય તેને પણ કોરોના-કફર્યુંનું ગ્રહણ લાગી ગયું છે.
લોકડાઉન બાદ અનલોક ૧ થી ૫માં ધીમે ધીમે બધુ ખુલ્યું જોકે શાળા-કોલેજનો વારો આવ્યો નથી ગત્ શનીવારથી તહેવારોમાં ઉમટક્ષ પડેલ ભીડબાદ કોરોના ફરી વકરી જતા રાત્રીનાં ૯ થી સવારનાં ૬ સુધી કફર્યું લદાતા લોકોમાં ફરી દહેશત ઉભી થઈ છે. લોકોને ફરી લોકડાઉનનો ડર લાગવા માંડયો છે. પણ સરકારે પણ આ વાતને રદીયો આપ્યો કે આવું કાંઈ વિચારેલ નથી કે ફરી લોકડાઉન નહી આવે માત્ર રાત્રી કફર્યું અમલમાં રહેશે.રાત્રી કફર્યુંની અમલવારી થતાધંધાતો રાત્રીનાં ૯ વાગ્યે બંધ થયો તો સાથે શહેરની ખાલી પીણીની હોટલો પણ બંધ થઈ આ બધા વચ્ચે લગ્ન સમારોહ કે જેના લગ્ન છે તે પરિવાર બરોબર સલવાયો છે. રાજય સરકાર દ્વારા ૨૦૦ વ્યકિતની જગ્યાએ ૧૦૦ વ્યકિતનો નિયમ અમલમાં મૂકતા પરિવારોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાત્રીનાં લગ્ન વાળાતો બરોબર ભાખડે ભરાયા હોલ-વાડી મ્યુઝિકલ પાર્ટી-દાંડીયારાસ બધુ ગોઠવેલ જે હવે રદ કરવાનો વારો આવ્યો છે. કેટલાકે તો શહેરની હદ બહાર વાડી હોલ શોધવા વર-ક્ધયા પક્ષે દોડધામ કરી છે.
મોટાભાગના લોકોએ આ માસના અંત સુધીમાં લગ્ન ગોઠવ્યા હતા. ૧૫ દિવસ પહેલા કંકોત્રી છપાવીને ૨૦૦ વ્યકિતને આમંત્રણ આપ્યા ને હવે ૧૦૦નોનયમ આવતા કાપવા કેને તે જટીલ સમસ્યા બની છે. એકવાર નોતરૂ લાડવા ખાવાનું આપીને હવે ના પાડવાનો વારો આવ્યો છે. આજ મુશ્કેલીએ તો કેટલાકને તોજગડા કે સંબંધોમાં તિરાડ પણ પડી છે. નવા નિયમની અમલવારી થતા રાતોરાત સ્થળ -તારીખ વિગેરે ફેરફાર કરીને રૂબરૂ કે સોશિયલ મીડીયા દ્વારા તાકિદે જાણ કરવી પડી છે.૨૬-૨૭ નવેમ્બર સાથે આ માસના અંત સુધી રાજકોટમાં બહુ જ લગ્ન ગાળો છે. અમુક લોકોએ પહેલા જ સમજીને ગામડે લગ્ન યોજયા છે, પણ હવે ત્યાં પણ ૧૦૦ની અમલવારી થતા બેસુમાર મુશ્કેલી પડી છે. ૨૦૦ની યાદીમાંથી સો નામ કેન્સલ કરીને જરૂરી જ પરિવારજનોને લગ્નમા સામેલ કરવાની સૌ પરિવારજનો માથાકૂટ કરી રહ્યા છે. પરિવારમાં લગ્ન હોય એટલે ઘરના સભ્યો, માસી માસા-મામા-મામી નાના-નાની બેન-બનેવી જેવા સાવ અંગતનું લીસ્ટ કરીએ ત્યાંજ ૧૦૦નો આંકડા પાર થઈ જતો જોવા મળતા હવે કાપવા કોને તે સમસ્યા વર ક્ધયા પક્ષે જોવા મળી રહી છે.
શહેરની હદ બહાર આયોજન
શહેરમાં રાત્રી કફર્યું લાદતા રાત્રીનાં લગ્ન આયોજન કે દાંડીયા રાસ વિગેરે આયોજન શહેરનાં સ્થળે શહેરની હદ બહાર જયાં નિયમ ન લાગુ પડે ત્યાં વાડી હોલ કે જગ્યા ગોતવા દોડધામ કરવા લાગ્યા છે. કેટલાકે બારોબાર આવેલા મંદિરનાં પ્રાંગણમાં પ્રસંગ ગોઠવી નાખ્યો છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની બોલબાલા વધી ગઈ છે. ૨૬ થી ૩૦ નવે. સુધી શહેરમાં લગ્ન સમારોહ વધુ હોય છે. હજી ૭ ડિસે. સુધી રાત્રી કફર્યું ચાલુ રહેવાનો હોવાથી વર-ક્ધયા બંને પક્ષનાં પરિવારજનો ટેન્સન સાથે દોડધામ કરતાં જોવા મળે છે.
૨૦૦માંથી ૧૦૦ નો નિયમ થતા હવે બાદબાકી કેમ કરવી ?
૨૦૦ વ્યકિતની લગ્ન પ્રસંગે મંજૂરી મેળવ્યા બાદ હવે ૧૦૦ નો નિયમ આવતા હવે કાપવા કેને એ સૌથી મોટી જટીલ સમસ્યા વર ક્ધયા પક્ષની છે.કેટલાકે તો બે દિવસ પહેલા જ ૨૦૦ની યાદી મંજૂરીમાં આપી હતી તેને તો હવે ૧૦૦ કાપવાનું આવતા આમંત્રણ આપયા બાદ હવે તો આવવાનું કહેતા કેટલાકના તો પરિવારમાં સંબંધો બગડતા જોવા મળ્યા છે.
રાતોરાત લગ્ન સ્થળ બદલાયા
૨૬-૨૭કે ૩૦ નવે.સુધીમાં જેના લગ્ન હતા તેને અગાઉ બધાને કંકોત્રી બાટી દીધી હોવાથી રાતો-રાત સ્થળ કે તારીખ રાત્રે કે દિવસ જેવા ફેરફારો કરીને સાંગોપાંગ પ્રસંગ ઉકેલવા સોશ્યલ મીડીયા મારફત સૌને ફેરફારની જાણ કરવા દિવસ-રાત મહેનત કરી છે. આ તારીખો વાળાને સૌથી હાલાકી પડી છે. કેટલાકે મોબાઈલ કરીને ‘તમારે આવવાનું નથી’ તેવું જણાવતા લાડવા ખાવાનું આમંત્રણ ઝુંટવાય ગયું જતું જોવા મળ્યું છે.