લોર્ડ મેકેલોએ તા. ર/ર/183પમાં બ્રિટીશ પાર્લામેન્ટમાં જણાવેલ કે, હું ભારતમાં ચારે બાજુ ફર્યો છું અને સમગ્ર દેશમાં એવી અ એકપણ વ્યિકત ના જોઈ જે ભિખારી કે ચોર હોય. મેં આ દેશમાં એવી તો સમૃદ્ઘિ, એવા તો ઉચ્ચ નૈતિકમૂલ્યો અને એવા તો સમર્થ લોકો જોયા છે કે જેમને આપણે કયારેય જીતી શકીશું નહીં એમ હું માનું છું. સિવાય કે આપણે ભારતના કરોડરજ્જુ સમાન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને તોડી નાંખીએ.
આથી મારી દરખાસ્ત છે કે, આપણે ભારતની પ્રાચીનતમ શિક્ષણ પદ્ઘતિ અને સંસ્કૃતિને મૂળથી બદલી નાંખીએ, કારણ કે એકવાર જો ભારતીયો એમ વિચારતા થઈ જાય કે જે વિદેશી કે અંગ્રેજી છે તે તેમના કરતા સારૂ અને મહાન છે તો ભારતીયો તેમનું આત્મસન્માન અને અસલ સંસ્કારો ગુમાવી બેસશે અને ભારત આપણે જોઈએ તેવો એક તદ્દન ગુલામ દેશ બની જશે અને અંગ્રેજોનું શાસન આવ્યું અને પછી આપણે સ્વતંત્રતા માટે અને વર્ષો આંદોલનો કરવા પડયા અને અનેક દેશભકતોએ આહુતી આપવી પડી છતા પણ ભારતના ભાગલ પડયા,
આમ, ર6મી જાન્યુઆરી 1પમી ઓગષ્ટે ભારતમાતાનું પૂજન કરવુ જોઈએ જો 1700 વર્ષ સુધી ભૂમિ વિના જીવેલા યહૂદીઓને એમના સંકલ્પબળથી ઈઝરાયલ પાછું મળતુ હોય તો આજના યુવાનોએ દર વર્ષે સમર્થ અખંડ ભારત બને અને ભારતમાતાના પૂજન દ્વારા દેશભકિત તથા માં ને પરમવૈભવ ના શિખરે પહોંચાડવા તત્પર થવું જોઈએ. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડયા રહો. તમામ શાળા-કોલેજો, કંપનીઓ તથા ભારતના નાગરીકોએ ર6મી જાન્યુઆરી અને 1પમી ઓગષ્ટના રોજ ભારત માતાનું પૂજન કરવું જોઈએ.
ભારત માતા પૂજનમાં ટેબલ ઉપર ચાદર પાથરી ભારત માતાનો ફોટો, હાર, અબીલ-ગલાલ-કંકુ, છુટા ફૂલો પૂજન માટે રાખવા અને તમામ શાળાના વિદ્યાર્થીઓ અને નાગરીકોને તીલક કરી ભારત માતાનું પૂજન કરાવવું અને સંકલ્પ લેવો ” અખંડ ભારત બનાવીશું” ફરી પાછું ભારત અખંડ થશે. ર6મી જાન્યુઆરી ભારત માતાનું પૂજન શા માટે ? 1પ મી ઓગષ્ટ આવે ત્યારે સમગ્ર રાષ્ટ્ર દેશભકિતના ગીતોના સ્વરમાં હીલોળા લેતું હોય છે.
ભારતમાતાનું દૈવી અખંડ સ્વરૂપ – પાર્વતીની પૂર્વ સ્વરૂપા, દક્ષા પ્રજાપતીની ક્ધયા, સતિના સબને જયારે ભગવાન વિષ્ણુએ શિવના મોહના ભંગ કરવા માટે પોતાના ચક્રથી ખંડ ખંડ કરી દીધુ ત્યારે તેમનું એક એક અંગ જયાં જયાં પડયુ તે સ્થાન એક શકિતપીઠ બની. બ્લુચિસ્તાનમાં હિંગળાજ માતાથી લઈ અસમમાં કામાખ્યા દેવી સુધી અને હિમાલય પ્રદેશમાં જવાળામુખી થી લઈ તમિળનાડુમાં મદુરાઈ મિનાક્ષી મંદિર સુધી ફેલાયેલા બાવન શકિતપીઠો જાણે કે ભારતની સીમાઓને દોરી દીધી.
બાર જ્યોતિર્લિંગો બાર દેવી વિગ્રહ અને એકવીસ ગણપતિપીઠોના દર્શન જ નહિ સ્મરણ માત્રથી જ પાપમુકિતનું વિધાન કરવામાં આવ્યુ. આમ છતા પણ કુનિતીને કારણે અખંડ ભારતનુ 14 મી ઓગસ્ટે વિભાજન થયું. વિભાજન પછી ન તો ભારત સુખી છે ન તો પાકિસ્તાન. ભારતની ભૂમિના ભાગલા પડયા, નદીઓના અને પ્રાકૃતિક સિમાઓના પણ ભાગલા પડયા, તેમ છતા ભારત અને પાકિસ્તાન આ બંને દેશોના વસતા પૂર્વજો, પરંપરા, ઈતિહાસ, તેમજ પરિવેશ સમાન છે.
એમાંય અપ્રાકૃતિક ભેદરેખાઓ દોરી ઈસ્લામીક સાંપ્રદાયવાદ અને અંગ્રેજોની કુટનિતીએ આમ, રાષ્ટ્રો કંઈ માત્ર ભૂમિ પર વસેલા હોતા નથી, એ તો વસે છે જનજનના મનમાં. રાષ્ટ્રની પ્રત્યેક વ્યકિતના હ્રદયના ધબકારમાં રાષ્ટ્ર વસેલુ હોય છે અને માટે જ પ. પૂ. ગુરૂજીની વિચારધારા સંપર્ક દ્વારા સંગઠન અને સંગઠન થકી રાષ્ટ્ર નિર્માણની નેમ સાથે જન-જનનો સંપર્ક જ રાષ્ટ્રને ફરી અખંડ બનાવી શકે છે. આવો મેળવેલી સ્વાતંત્રાને આપણે મજબૂત આધાર આપીએ અને અખંડ ભારત માટે પ્રતિજ્ઞાબદ્ઘ બનીએ.