14મી જુનનો દિવસ એટલે દરેક જીવનો દિવસ જે રક્ત આપવા ઇચ્છે કે જેના પર રક્તના માધ્યમથી પરિક્ષણ કરવામાં આવ્યું હોય, જેને પોતાના પર ખતરો લઇને પણ સમાજને મહામારીમાંથી અટકાવ્યું હોય. જેથી રક્તદાતાએ જીવનદાતાએ જીવનદાતા સમાજ જ ગણાય.તમને જાણીને નવાઇ લાગશે પરંતુ મનુષ્યને રક્ત પહોંચાડવાની પદ્વતિ પહેલા તેમનું પરિક્ષણ કૂતરા ઉપર થયું હતું, ત્યારબાદ કોઇ ગૃપ જાણ્યા વગર જ એકબીજામાં રક્તનું પ્રદાન કરવામાં આવતું જે ઘણી વખત નકારાત્મક પરિણામ પણ લાવતું, જેનું સમાધાનનો દિવસ હતો 14મી જૂન, જે દિવસે ઇ.સ.1868માં કાર્લ લેન્ડસ્ટીનરના જન્મની સાથે રક્તના નામનું બી આવ્યું. અને સમય જતા કાર્લએ રક્તના નામ શોધ્યા, આ નામને ગૃપમાં વહેંચવામાં આવ્યા, જે બદલ તેમને ઇ.સ.1930માં નોબલ પુરસ્કારથી નવાજ્યા. જ્યારે 2005માં (WHO વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને) રક્તના રંગનું ક્રોસ આપ્યું અને “વિશ્ર્વ બ્લડ ડોનટ ડે” ઉજવણી થવા લાગી. અને કાર્લના કારણે થેલેમિયા જેવા રોગની લહેરનો સામનો કરતા પહેલા જ નિદાન મળ્યું.
ખૂનકા રંગ લાલ હોતા હૈ, જબ ઉપરવાલેને કોઇ ફર્ક નહી કિયા તો હમ ઉનકે હી બનાયે હુયે ઇન્સાન, જેવા ડાયલોગથી ક્રાંતિવીર ફિલ્મે એકતાનું પ્રતિક માનવતાને બતાવી દરેક લોકોને રક્તની સત્યતા વર્ણવી, અહીં દરેક લોકો કોઇપણ ભેદભાવ કર્યા વગર માત્ર ભારતીય હોવાના ગર્વ અને ઇન્સાનીયતને ધર્મ સમજી બ્લડ ડોનેટ કરે છે.
“રક્તની દરેક બુંદ જીવન આપે છે” સ્વતંત્રતા પહેલા દેશ માટે અને ત્યારબાદ ભારતવાસીઓ માટે, માત્ર ચડાવવા વાળાને જ નહીં આપવા વાળાને પણ ઘણા લાભો થાય છે. જેમકે જે વ્યક્તિના શરીરમાં આર્યનનું પ્રમાણ વધુ છે, તે લીવરની સમસ્યાથી પીડાય છે પરંતુ તે દર 3 મહિને રક્તદાન કરે તો તેની કેલરીમાં ઘટાડો થાય છે, જેનાથી મોટાપાથી પણ રાહત મળે છે અને ચરબીને લગતા રોગથી રાહત થાય છે, બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. આમ સુભાસચંદ્ર બોઝના સુત્રોને યાદ કરી, એમ હાલમાં કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી કે “તુમ મુજે ખૂન દો મેં તુમ્હે રોગ સે આઝાદી દૂંગા” તો ચાલો આજના દિવસને સૌ કોઇ યાદગાર બનાવીએ એક રક્તની બુંદથી જીવન બચાવીએ.