મહિલાઓના દરેક પ્રકારના જીન્સના ખિસ્સા પુરૂષોના જીન્સની સરખામણીએ ૪૮ ટકા નાના બનાવાય છે!!
આજના ફેશનેબલ સમયના ફેશનેબલ કપડાઓએ બજારમાં અનોખુ આકર્ષણ જમાવ્યું છે. વર્ષોથી કપડાઓનો એક મહત્વનો ભાગ ખિસ્સાઓ રહ્યા છે. એ પણ એવા ખિસ્સા કે જે પેન્ટની અંદરથી સિલાઈ કરેલા હોય. ૧૫મી સદીની વાત કરીએ, તો તે સમયગાળામાં પેન્ટની અંદર ખિસ્સાઓ ન આવતા અલગ થી એક ખિસ્સુ માત્ર બહારથી જ કપડા સાથે જોડી દેવાતુ પરંતુ હાલ અવનવા કપડાની સાથે અવનવી ડિઝાઈનના ખીસ્સા પણ જોવા મળે છે.લગભગ ૧૮મી સદીથી પેન્ટની અંદરથી સિલાઈવાળા ખિસ્સા શરૂ થયા પરંતુ આ ખિસ્સાઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ માપના બનાવાય છે.
‘ધ પુડીંગ’ દ્વારા તાજેતરમાં એક અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં અલગ-અલગ પ્રકારના જીન્સની ૮૦ જોડી પર તપાસણી કરાઈ હતી. જેના પરથી જાણવા મળ્યું છે કે, દરેક પ્રકારના મહિલાઓના જીન્સના ખીસ્સા પુરુષોની સરખામણીએ ૪૮ ટકા નાના છે અને ૬.૫ ટકા સાંકડા છે.
પુરુષોનું ખિસ્સુ મહિલાઓના જીન્સના ખિસ્સા કરતા ઉંડુ અને પહોળુ હોય છે. જેથી પુરુષો તેમનું પર્સ, મોબાઈલ સહિતની વસ્તુઓ તેમાં સરળતાથી રાખી શકે છે અને સામાન્ય રીતે જોઈએ તો સૌથી વધુ માલ-સામાન હંમેશા મહિલાઓને પાસે જ હોવાથી તેણીએ વધુ ઉંડા અને પહોળા ખીસ્સાની જરૂર પડે છે પરંતુ આવું બનતું નથી.
દરજી દ્વારા મહિલાઓના જીન્સના ખીસ્સા નાના જ બનાવાય છે તેનું કારણ પણ રસપ્રદ છે. સંશોધકોએ કહ્યું કે, મહિલાઓની સરખામણીએ પુરુષોનો હાથ જાડો અને મોટો હોય છે જેથી તેમના પેન્ટના ખિસ્સા ઉંડા અને મોટા બનાવાય છે. જયારે મહિલાઓની આંગળીઓ ખુબ જ પાતળી હોય છે તેથી તેમના પેન્ટના ખિસ્સા નાના હોય તો પણ ચાલે.
આ ઉપરાંત, મહિલાઓના ર્સ્કટ અને અમુક પ્રકારના ફ્રેન્સી જીન્સમાં તો ખિસ્સા બનાવાતા જ નથી. કારણકે મહિલાઓ અલગથી પોતાનું પર્સ રાખે જ છે. અભ્યાસકર્તાઓએ જણાવ્યું કે, પુરુષોનું ખિસ્સું ૯.૧ ઈંચ લંબાઈ, ૬.૫ ઈંચ પહોળાઈવાળુ હોય છે. જયારે મહિલાઓનું ખિસ્સુ ૫.૬ ઈંચ લંબાઈએ ૬ ઈંચ પહોળાઈવાળુ હોય છે.