જો તમે એપલ આઈફોન યુઝર છો તો આ વાત તમારે જાણવી જરૂરી છે. કારણ એ છે કે એપલ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા લાગુ કરાયેલા નવા ફરજિયાત પાલન નિયમન સાથે સહમત નથી. નવા નિયમન મુખ્યત્વે કોમર્શિયલ કોલ્સ અને એસએમએસ અને ટેલિકોમ ઓપરેટરોને કાબુમાં રાખવાનો છે.
ટ્રાઇએ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન ગ્રાહક પ્રેફરન્સ રેગ્યુલેશનને હમણાં જ રિલીઝ કર્યું છે, જેનો હેતુ બિન જરૂરી કોલ્સ અને મેસેજને સામે લડવાનું છે.એપલે ટ્રાઇને તેના એપ સ્ટોર પર તેના DND 2.0 એપ્લિકેશનને રિલીઝ કરવાની મંજૂરી આપી નથી.
ભારતીય ટેલિકોમ રેગ્યૂલેટર (TRAI)એ ભારતમાં તમામ સ્માર્ટફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બ એપને ફરજીયાત કરવાની જાહેરાત કરી છે. એન્ડ્રોઇડમાં આ પ્રકારનું ફિચર પહેલાથી જ છે પરંતુ એપલ દ્વારા હજી સુધી એવું નથી કર્યું. યુઝર પ્રાઇવસી મુદ્દે એપલ પોતાની કડકાઇ માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. એવા ઘણા ઉદાહરણ જોવા મળ્યા છે કે જ્યારે કંપનીએ અમેરિકન સરકારના મુદ્દે FBI સુધીની વાત માનવાનો ઇન્કાર કર્યો છે.
TRAI દ્વારા ઇશ્યું કરાયેલા આ નિર્દેશ બાદ હવે એપલ ટ્રાઇના આ નવા નિયમની વિરુદ્ધ કોર્ટ જઇ શકે છે. ટ્રાઇના આ નિયમ હેઠળ જો કોઇ કંપનીએ પોતાના સ્માર્ટ ફોનમાં ડૂનોટ ડિસ્ટર્બ એપ નથી ઇન્સ્ટોલ કર્યો તો તેને બંધકરી દેવામાં આવશે.
સુત્રોના હવાલાથી આવી રહેલા સમાચારો અનુસાર ટ્રાઇ દ્વારા લાવવામાં આવેલો આ નિયમ પોતાનાં વર્તુળમાં નથી અને તેના માટે એપ્પલ કાયદાની મદદ લઇ શકે છે. મળતી માહિતી અનુસાર ટ્રાઇ કાયદાની પદ્ધતીથી કોઇ ટેલિકોમ કંપનીને કોઇ હેન્ડસેટની સર્વિસ બંધ કરવા માટે કહી શકે છે. જો કે એપ્પલ iOSના આગામી વર્ઝન એટલે કે iOS 12 સોફ્ટવેર અપડેટમાં આ પ્રકારના ફિચરની આશા છે જેમાં યુઝર્સ બિન જરૂરી કોલ્સ અને મેસેજને રિપોર્ટ કરી શકે છે. એપ્પલે ટ્રાઇને તે અંગે માહિતી આપી છે અને તે સપ્ટેમ્બર સુધી દરેક આઇફોનમાં આપવામાં આવશે.
એપલના એપ સ્ટોર પરના DND 2.0 એપને મંજૂરી આપવાના ઇનકારથી દેશના ટેલિકોમ રેગ્યુલેટર ગુસ્સે થયા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, “દેશમાં વધુ ઉત્પાદનો વેચવા માટેના કંપનીના પ્રયત્નોને નુકસાન પહોંચ્યું છે.