ગુરુવારે સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટિ પર 3લાખ ટન ખાંડ આયાત છૂટની મંજૂરી આપી છે. કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા 3લાખ ટન કાચી ખાંડની 25% આયાત ડ્યૂટી સાથે આયાત કરવાની છૂટ આપી છે. નવી સિઝન આગામી મહિનાથી શરૂ થઈ રહી છે. પરંતુ હાલમાં દેશમાં પુરવઠો ઓછો છે. દક્ષિણના રાજ્યોએ સરકાર સમક્ષ આયાત છૂટની માંગણી કરી હોવાથી સરકારે આ છૂટ આપી છે. આ અગાઉ એપ્રિલ-મે માહિનામાં પાંચ લાખ ટન ખાંડની 0% ડ્યૂટિ સાથે આયાત છૂટ આપી હતી. પરંતુ તહેવારની સિઝનમાં ખાંડની વધતી કિમત પર નિયંત્રણ રાખવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
નવી સિઝન આગામી મહિનાથી શરૂ થઈ રહી છે. પરંતુ હાલમાં દેશમાં પુરવઠો ઓછો છે. ઉલ્લેખનીય છે કે સરકારે ગત જુલાઇ માહિનામાં જ ખાંડની આયાત ડ્યૂટિ 40%થી વધારીને 505 કરી હતી. પરંતુ એચએએલ 3લાખ ટનની અડધી ડ્યૂટિ સાથે આયાત કરવાની મંજૂરી આપુઈ છે. સરકારના આ નિર્ણયને લીધે ખાંડના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં પણ શુંગર મિલોમાં ચાલુ વર્ષે પખવાડિયુ વહેલું શરૂ થાય તેવી ધારણા છે. ગુજરાતમાં ગત વર્ષે 14 મિલો ચાલુ થઈ હતી, જેમાં હાલમાં 4 થી 5 મિલો પાસેજ સ્ટોક પડ્યો છે. દશેરા આસપાસ અમુક મિલો ચાલુ છે. જ્યારે બાકીની મિલો દિવાળી બાદ ચાલુ થશે. દેશની તમામ શુગર મિલોના એસોસીએશન ઇંડિયન શુગર મિલ એસોસીએશન દ્વારા પણ આજે પહેલી ઓક્ટોબરથી શરૂ થનારી નવી સિઝન માટે ખાંડના ઉત્પાદનનો ઊચો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીમાં કિંગ્સમેન શુગર કોન્ફ્રરન્સમાં બોલતા ISMAના પ્રમુખ ટી.સરિતા રેટ્ટી જણાવે છે કે નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન 24%થી વધીને 251 ટન થવાનો અંદાજ છે. જે ચાલુ સિઝનમાં 202લાખ ટન થયું હતું. દેશમાં તામિલનાડુંને બાદ કરતાં તમામ રાજ્યોમાં ઉત્પાદન વધશે. દેશમાં ખાંડના રિટેલ બજારમાં ભાવ એચએએલ પ્રતિ કિલો રૂપિયા 45 ચાલે છે, જ્યારે અમદાવાદ શહેરમાં રૂ,43 થી 45 વચ્ચે ચાલે છે. સરકાર દ્વારા આયાત છૂટને પગલે ભાવ નિયંત્રણમાં રહે તેવી ધારણા છે. પરંતુ ભાવમાં ક્વિન્ટલે રૂ.25 થી 50નો ઘટાડો થવાની શક્યતા છે. વધારે ઘટાડો થાય તેવી સંભાવના નથી તેવું એક અગ્રણી વેપારીએ જનવ્યું હતું.