એક બાળકના જીવનમાં માતા-પિતા પછી જો કોઈનું સ્થાન હોય તો તે તેના શિક્ષકનું છે. કોઈપણ વિદ્યાર્થી તેના શિક્ષક માંથી પ્રેરણા લઈને આગળ કેવું જીવન જીવશે તે બાબતે વિચાર કરતો હોય છે ત્યારે દાતામાં ચકચારી ઘટના ઘટી છે જ્યાં એક શિક્ષક ચાલુ શાળાએ નશો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
એક તરફ બાળકોને વધુમાં વધુ શિક્ષણ આપવાની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ આવા શિક્ષકો દ્વારા નશામાં ધૂત થઈને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. દાતાની જોધસર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળા નો શિક્ષક ચાલુ શાળાએ નશો કરતો હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિક્ષણ અધિકારી દ્વારા આ વીડિયો સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
દાતા તાલુકાની અંતરિયાળ વિસ્તારમાં આવેલી જામજોધપુર પ્રાથમિક શાળામાં બે શિક્ષક અવારનવાર દશામાં ધુત હોવાની ફરિયાદ બાળકો દ્વારા ઘરે કરવામાં આવતી હોય છે. ગુરુ સમાન શિક્ષક જ જો આ રીતે નશામાં દૂધ થઈને શિક્ષા આપશે તો કેવી રીતે ભણશે વિદ્યાથીઓ ?? વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની ફરિયાદ ઘરે કરવામાં આવતા વાલીઓ દ્વારા આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે શિક્ષક પર શિક્ષાત્મક પગલા લેવામાં આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.