આજના 21મી સદીના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં વધ્યો છે ત્યારે આજે ટોચની મેસેન્જર એપ વોટ્સએપનું સર્વર ડાઉન થતા કરોડો યૂઝર્સ અકળાઈ ઉઠ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં વોટ્સએપની સેવા બંધ થઈ છે.
વિશ્વના ઘણા ભાગોમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંધ કરવામાં આવ્યા છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ વોટ્સએપ પર માહિતીની આપ -લે બંધ થઈ ગઈ છે. લોકો શું છે તે જાણવા માટે એકબીજાના મોબાઈલ ચેક કરી રહ્યા છે…?? છેલ્લા બે મહિનામાં વચ્ચમાં પણ વોટ્સએપની સેવા થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ, ફેસબુક વેબસાઇટ પર એક મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, સેવા મોકૂફી માટે માફ કરશો. અમે આ પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને જલદીથી ઠીક કરીવા પર કામ કરી રહ્યા છે.