અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ 2 વર્ષ માટે બંધ કરી દેવાયું છે. બે વર્ષના પ્રતિબંધની શરૂઆત 7 જાન્યુઆરીથી ગણતરી કરવામાં આવશે. જ્યારે શરૂઆતમાં ફેસબુકે કાર્યવાહીનો નિર્ણય કર્યો હતો. જાન્યુઆરી 2023 સુધી ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ રહેશે. આ નિર્ણય પછી એવું પણ લાગી રહ્યું છે કે, ભવિષ્યમાં પણ ફેસબુક વિશ્વના મોટા નેતાઓના એકાઉન્ટ પણ બંધ કરી શકે છે.
અમેરિકી સંસદમાં હુલ્લડ ભડકાવવાના આરોપોને લઈ ફેસબુકે સમગ્ર કાર્યવાહી કરી છે. યુ.એસ. કેપીટલની ઘટના પછી ફેસબુકે નિર્ણય કરી લીધો હતો. આ સમયે પહેલી વખત ફેસબુક દ્વારા કોઈ રાષ્ટ્રપ્રમુખ કે, પ્રધાનમંત્રીના એકાઉન્ટને બંધ કરવાની જરૂર પડી હતી. ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટ પર પ્રતિબંધ 7 જાન્યુઆરીથી પ્રતિબંધ ગણવામાં આવશે. જ્યારે પહેલી વખત તેનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું. આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન યથાવત્ હતું અને આમ છતાં ફેસબુકે પોતાની કાર્યવાહી કરી હતી. જે પછી ફેસબુકે પોતાનો નિર્ણય ઓવર સાઈટ બોર્ડને ટ્રાન્સફર કર્યો હતો. કંપનીએ કહ્યું કે, ટ્રમ્પ દ્વારા હુલ્લડ કરનારાઓને ’વી લવ યુ, યુ આર વેરી સ્પેશ્યલ’ કહેવાયું હતું. આ લોકોને સાચા દેશભક્ત કહેવા અને ઈતિહાસમાં હુલ્લડનો આ દિવસ યાદ રાખવામાં આવશે. આ પ્રકારની વાત ફેસબુકના નિયમોની વિરુદ્ધ છે.
ફેસબુકના તપાસકર્તા સમિતી દ્વારા ગત મહિને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને સસ્પેન્ડ રાખવાનો નિર્ણય યથાવત રખાયો હતો. અને જ્યારે એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું ત્યારે માર્ક ઝુકરબર્ગને કહ્યું હતું કે, આ સમયે આપણા રાષ્ટ્રપતિને ફેસબુકની સેવા આપવી મોટો ખતરો છે.