- ગુજરાત વિધાનસભાની માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની ચૂંટણી પંચે તારીખો જાહેર કરી
- વિસાવદર બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
લોકસભા ઇલેકશન 2024 : આજે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે સાથે સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જેમાં વિજાપુર,ખંભાત,વાઘોડિયા,માણાવદર, પોરબંદર અને વિસાવદર બેઠકનો સમાવેશ થયા છે. જોકે, આજે ગુજરાત વિધાનસભાની માત્ર 5 બેઠકોની પેટાચૂંટણીની ચૂંટણી પંચે તારીખો જાહેરાત કરી છે. જે બેઠકો જાહેર થઈ છે તેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક. આમ આજે વિસાવદર બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, આ બેઠક પર શા માટે ચૂંટણીની તારીખ જાહેર નથી કરવામાં આવી તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કોઈ શરત ચૂક થઈ છે કે કોઈ અન્ય કારણ છે તે જાણી શકાયું નથી. આ અંગે ચૂંટણીપંચનું નિવેદન સામે આવશે ત્યારે જ સત્ય બહાર આવશે. નોંધનિય છે કે, ગુજરાતમાં સૌથી પહેલા વિસાવદર બેઠક જ ખાલી પડી હતી.
વિસાવદર બેઠક ભુપત ભાયાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. વિજાપુર બેઠક સીજે ચાવડાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. ખંભાત બેઠક ચિરાગ કુમાર પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી. વાઘોડિયા બેઠક ઘર્મેન્દ્ર વાધેલાએ રાજીનામું આપતા ખાલી પડી હતી. માણાવદર બેઠક અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપતા ખાલી પડી હતી. પોરબંદર બેઠક અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજીનામું આપતા ખાલી પડી હતી.