અનિલ અંબાણીની કંપની મિનિસ્ટરી ઓફ કોર્પોરેટ અફેયર્સમાં રજિસ્ટર્ડ છે, યોગ્ય માનવ સંશાધનો કંપની પાસે હોવાની અનિલની કંપનીની રાફેલ ડીલમાં પસંદગી થઈ
રાફેલ ડિલ મુદ્દે મોદી સરકાર પર વારંવાર પ્રહાર થઈ રહ્યા છે જેને પગલે હવે દુનિયાની રક્ષા નિર્માણ ક્ષેત્રની મુખ્ય કંપની દર્સોલ્ટે રાફેલ ડીલમાં અનિલ અંબાણી કંપનીને શા માટે પસંદ કરાઈ અને તે પણ ત્યારે કે જયારે તે દેવામાં ડુબી રહી હતી. આ સવાલનો જવાબ દરેક વ્યકિત માંગતો હશે તેની જવાબ દર્સોલ્ટના સુત્રોએ આપ્યો છે.
કંપનીના સુત્રોએ જણાવ્યું કે, અનિલ અંબાણીની કંપનીની એટલા માટે પસંદગી કરવામાં આવી કે તે મિનિસ્ટરી ઓફ કોર્પોરેટર અફેયર્સમાં રજિસ્ટર્ડ છે સાથે જ તેની નાગપુરમાં જમીન છે. જેને કારણે રન-વેની સુવિધા પણ મળશે. જોકે દર્સોલ્ટના આતર્કથી વિપક્ષ ચુપ નહીં રહે તેવું પણ સુત્રોએ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા રાફેલ ડીલ મામલે વારંવાર સરકાર પર આક્ષેપબાજી કરવામાં આવે છે. વિપક્ષનો આરોપ છે કે ૩૭ રાફેલ વિમાનની ખરીદી માટે ૮.૬ બિલીયન ડોલરમાં સોદો નકકી થયો તેમાં ગરબડ થઈ છે. આ ડીલ વ્યકિતગત વાતચીત દરમ્યાન ફાઈનલ થઈ.
જેમાં ક્રોની કેપિટલિજમનું નાટક થયું અને અનિલ અંબાણીને ફાયદો થાય તેવી કોશિશ કરાઈ. જોકે આ અંગે સરકારે વારંવાર કહ્યું છે કે દેશના ઉજજવળ ભવિષ્ય માટે આ ડીલ કરવામાં આવી છે આમાં કોઈ કંપનીને ફાયદો થાય તેવી કોઈ વાત જ નથી પરંતુ વિપક્ષ દ્વારા રાફેલ ડીલને હથિયાર બનાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૫માં બેંગલોરમાં યોજાયેલા એક એયર શો દરમિયાન દર્સોલ્ટ અને અનિલ અંબાણી વચ્ચે જોઈન્ટ વેંચરની યોજના બની. યોગાનુયોગ તેના બે મહિના પછી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાફેલ ડીલની ઘોષણા કરવામાં આવી.
જોકે રાફેલ ડીલ મનમોહન સરકારમાં જ શરૂ થઈ ગઈ અને પહેલા સાર્વજનિક ક્ષેત્રની કંપની એચએઅલે આ ડીલમાં મહત્વની ભૂમિકા ભજવી જોકે કુલ ૧૦૮ વિમાનોના નિર્માણ માટે એચએએલની કોઈ સ્પષ્ટ ભૂમિકા તૈયાર ન હતી તે સમયે મુકેશ અંબાણીની કંપની પણ પાર્ટનર હતી પરંતુ મુકેશ અંબાણીની કંપનીની ભુમિકા પણ સ્પષ્ટ ન હતી.
દર્સોલ્ટના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં મુકેશ અંબાણીની કંપની સાથે વાતચીત શરૂ થઈ ત્યારબાદ તેના નાના ભાઈ અનિલ અંબાણી પાસે કંપનીની બાગડોર આવી ગઈ અને રાફેલ ડીલ માટે તે યોગ્ય સાબિત થઈ. ૩૯ રાફેલ વિમાનોની ખરીદીના માત્ર ૧૭ દિવસ પહેલા રાફેલની મુળ કંપની દર્સોલ્ટના બોસે એક નિવેદન આપ્યું .
જેમાં કહ્યું કે તે એચએએલ સાથે પાર્ટનરશિપ કરવાની તૈયારીમાં છે. દર્સોલ્ટના ચેરમેનના આ નિવેદનના વિડીયોને લઈ વિપક્ષ મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યું છે જોકે ત્યારબાદ એચએએલની ભૂમિકા સ્પષ્ટ ન થતા તે ડીલમાંથી હટી ગયું અને અનિલ અંબાણી સાથે આ ડીલ ફાઈનલ કરાઈ કેમ કે તેની પાસે યોગ્ય સમય અને માનવ સંશાધનો તેમજ મજુરોનો કાફલો હતો. આ સાથે મુખ્ય વાત એ હતી કે તેની પાસે નાગપુરમાં રનવે બનાવી શકાય તેવી જમીન હતી.