બોલિવૂડ એક્ટર તથા પંજાબના ગુરદાસપુરના સાંસદ વિનોદ ખન્ના નું અવસાન 27 એપ્રિલના રોજ થયું હતું. વિનોદ ખન્નાનું ગુરદાસપુરના પઠાણકોટમાં સૈલી રોડ પર પણ ઘર છે. વિનોદજી આટલા મોટા સ્ટાર હતાં પરંતુ સહેજ પણ અભિમાની નહોતાં. તેઓ ઘણાં જ ધાર્મિક તથા મિલનસાર વ્યક્તિ હતાં. કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યાને લઈ તેમને મળી શકતાં હતાં.
પંજાબમાં ૧૯૮૮ પહેલાં દરેક લોકસભા ઈલેક્શન વખતે કોંગ્રેસ નેતા નદીઓ પર બ્રિજ આપવાનું વચન આપતાં અને ભૂમિ પૂજન પણ કરતાં. જોકેબ્રિજ ક્યારેય બનતો નહીં. વિનોદ ખન્નાએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ સાથે જીદ કરીને પંજાબના મુકેરિયામાં બ્રિજ બનાવ્યો હતો. ત્યારબાદ તેમણે લગભગ પાંચ બ્રિજ બનાવ્યા હતાં. આ બ્રિજને કારણે જ તેઓ કિંગ ઓફ બ્રિજના નામથી જાણીતા બન્યા હતાં. તેઓ લોકસંપર્ક રાખતાં અને માત્ર સાંસદ નિધી જ નહીં પરંતુ પોતાના ખિસ્સામાંથી પૈસા પણ ખર્ચી નાખતાં.