૨૦૨૦ સુધીમાં BS VI એન્જિનોની આવશ્યકતા ઉભી થશે

દેશમાં વાયુ પ્રદુષણ અને ખાસ કરીને ગ્લોબલ વાર્મિગ સામે હવાનું પ્રદુષણ ઓછું કરવા માટે વિશ્વભરમાં વાહનોના મશીનો સૌથી ઓછું પ્રદુષણ ફેલાવે તે દિશામાં જયારે વિશ્વ સમાજ તકેદારી આગળ વધી રહ્યું ત્યારે ભારતમાં પણ  BS IV પ્રકાર પ્રકારના વાહનો ૨૦૨૦ સુધીમાં સંપૂર્ણ પણે કાર્યરત થઇ જાય તે માટે સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ ભારતની ઓટોમોબાઇલ કંપનીઓ ન્યુ જનરેશન એન્જીનો સાથેના વાહનોના ઉત્પાદન માટે કામે લાગી થઇ છે.

દેશમાં વાહનોના મશીનોની ગુવણતા અને વાયુ પ્રદુષણ  ધટાડે તેવા મશીનોના સુધારા સાથે ઉત્પાદનો શરુ કરવાના આ પ્રયાસો પ્રથમવાર થાય છે. એવું નથી તબકકાવાર ઓટો મોબાઇલ કંપનીઓને વાયુ પ્રદુષણનું પ્રમાણ ધટાડતાં સુધારાઓ કરવા જ પડે છે.

BS ભારત સ્ટેજના નિયમો અને આયામો યુરોપિયન એમીશન માપદંડ મુજબ અપનાવાનું ર૦૦૨ થી શરુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી  BS ૨ અને  BS ૩ ના ના નવા વર્જનો ૨૦૦૧ અને ૨૦૦૫ માં અમલમાં આવ્યા હતા. હવે  BS IV ના નવા જનરેશનનો અમલ કરવાનું કંપનીઓ માટે જરુરી બન્યું છે.

ભારતમાં  BS IVની  કક્ષા જાળવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે અન્ય દેશોમાં  BS ટ ની  તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ભારતમાં ૨૦૨૦ સુધીમાં કદાચ  BS VI પ્રકારના એન્જીનોની આવશ્યકતા ઉભી થશે.

મશીનોની નવી જનરેશનની તબદીલીની પ્રક્રિયા  એટલી બધી ઝડપથી આગળ વધી રહી છે. કે તેમાં રહી રહેવા માટે ઓટો મોબાઇલ કંપનીઓને આકાર પાતાળ એક કરવા પડે છે. ભારતમાં હજુ  BS IV ના ૫્રકારના એન્જીન માટે કંપનીઓ સંઘર્ષ કરી રહી છે. ત્યારે સરકાર  BS ટ પ્રકારના એન્જીનોની હિમાયત કરી રહીછે. અને ૨૦૨૦ સુધીમાં  BS VI ના નિયમોનો આગ્રહ રાખી રહી છે.

BS VI, BS IV કરતાં કેટલું અલગ છે નવા પ્રદુષણ નિયંત્રણ નિયમોના માનાકો સાથે  BS VI પ્રકારના મશીનોમાં ઓછામાં ઓછું પ્રદુષણ અને ઇંધણના બળતણથી ઉભા થતાં ટોકસીક પ્રકારના ફેફસા માટે નુકશાન કારક વાયુનું પ્રમાણ ખુબ જ નીચું હોય છે.  BS ટ કરતાં  BS VI એન્જીનમાં ઇંધણનું મહત્તમ ઉ૫યોગ થાય છે. અને ઓછામાં ઓછું પ્રદુષણ બહાર નીકળે છે.  BS VI એન્જીન માટે ઓઇલ કંપનીઓએ પણ પેટ્રોલ-ડીઝલના નવા ઇંધણોનું ઉત્૫ાદન શરુ કર્યુ છે. નવી દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં તો આવા પ્રેટોલ પંપો શરુ પણ થઇ ચુકયાં છે.

નવા માનાંક સાથેના આ એન્જીનોમાં વાંધાજનક વાયુનું ઉત્સર્જન ઓછું થાય છે. ડીઝલ માટે ૭૦ ટકા અને પેટ્રોલ માટે ૨૫ ટકા એમીશન માનાંક રાખવામાં આવ્યું છે. દેશની મારુતીએ આ નવા પ્રકારના ડિઝલ એન્જીનોનું ઉત્પાદન શરુ કરી દીધું છે. અને ૨૦૨૦ સુધીમાં તમામ મોડલોમાં નવું વર્જન આપવાની જાહેરાત કરી દીધી છે. એક તો અત્યારે વાહન ઉઘોગ મંદીમાં ધેરાયેલું છે ત્યારે કંપનીઓ માટે નવું વર્જન લોન્ચ કરવું અધરુ થઇ ચુકયું છે.

ગ્રાહકોને શું અસર થશે?

વાહન વપરાશકારો માટે દેશમાં  BS VI એન્જીનો માટ નવા સુધારેલા ઇંધણની જરુર પડશે. જુના વર્જનના એન્જીનોનો અપડેટ કરવા પડશે. વાહનોના ભાવ વધશે જો કે તેની સામે ઇંધણનો વપરાશ ધટશે અને વાતાવરણનું પ્રદુષણ પણ ધટશે પરંતુ વાહન રાખવું ખરીદવું અને વાપરવું મોંધુ પડશે.

શું  BS IV મોટરો  BS VI  ઇંધણથી ચાલે ?

પેટ્રોલના વાહન ચાલકો માટે થોડી વધુ ચિંતા ઉભી થશે. તેમને એન્જીનમાં ફેરફાર કરવા પડશે પરંતુ ડિઝલના  BS IV વાહનો  કોઇપણ ફેરફાર વગર ચાલી શકશે. ડિઝલ એન્જીનમાં  BS VI એન્જીનમાં ડાયરેકટ ઇન્જેકટ પ્રથા અને ડીઝલની ધટતાને કારણે ફેરફાર નહિ કરવો પડે.

BS VI વાહન  BS IV ઇંધણથી ચાલે?

BS VI પ્રકારના વાહન  BS IV જનરેશનના થોડા ઘણો ફેરફાર કરવો પડશે પરંતુ ડીઝલમાં પાછલા જનરેશનના ઇંધણથી થોડી મુશ્કેલી રહેશે.

BS VI કેવી રીતે કાર્ય કરે છે?

સુંધારેલું આ ડિઝલ વર્જન પાણી અને યુરિયાના ૨:૧ સમીશ્રણના વિધટનનાં સિઘ્ધાંત ઉપર ચાલે છે. ઇંધણનું મહત્તમ ઉપયોગ થાય છે અને ઓછામાં ઓછું પ્રદુષણ થાય છે અવેરેજ માં વધારે થશે અને વાહનોની શકિત વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.