આભૂષણ, દાગીના, ધરેણા, ઓર્નામેન્ટસ… આ દરેકથી દરેક લોકોને અત્યંત લગાવ હોય છે, તેમાં પણ ખાસ કરીને મહિલાઓને મહિલાઓના સૌદર્ય અને શણગારમાં આભૂષણોની અહેમ ભૂમિકા છે. પણ આભુષણોનો ઉપયોગ કર્યા બાદ માનુનીઓ માટે મુખ્ય મુદ્દો તેની માવજતનો હોય છે. કે આ આભૂષણોની દરકાર રાખવા શું કરવું? અને તેની વિધિ શું છે? તો ચાલો આજે આપણે જાણીએ મૂલ્યવાન આભુષણોની મહામૂલી માવજત કેવી રીતે કરવી.?

શરીરને શણગારી સુંદર બનાવતા આ ઘરેણાંની ચમકને જાળવી રાખવા માટે તેમની યોગ્ય કેર કરવી ખૂબ જરૂરી છે. દરરોજ ઘરેણાં પહેરવાથી તેની ચમક ઓછી થવા માંડે છે. આથી આપણે ઘરેણાને પોલિશ કરાવીએ છે. ઘણીવાર કોઈ પાર્ટી કે ફ્ંકશન પર જવું હોય તો પણ ઘરેણાંને પોલિશ કરવાનો સમય નથી મળતો. આવા સમયે તમે તેને ઘરે જ સાફ્ કરી શકો છો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી ઘરેણાંને સાફ્ કરી શકો છો. ગરમ પાણીમાં ડિટજન્ટ નાખી ઘરેણાંને નરમ બ્રશ વડે ધોવા. તેનાથી ઘરેણાંની ચમક જળવાઈ રહે છે.

ચાંદીના ઘરેણાંને સાફ્ કરવા માટે એલ્યુમિનિયમ ફેયલનો ઉપયોગ કરો. એક એલ્યુમિનિયમ ફેયલના ટુકડા પર ઘરેણાં મૂકો. તેની ઉપર બેકિંગ સોડા છાંટીને પછી ગરમ પાણી નાખી દો. પછી બ્રશ વડે સાફ્ કરો. ચાંદીના ઘરેણાં નવા જેવાં ચમકી ઊઠશે.

સિલ્વર કે પ્લેટિનમ જ્વેલરી હોય તો નાના કપડાંને સફ્રજનના સરકામાં ડૂબાડી સિલ્વર કે પ્લેટિનમની જ્વેલરી પર ઘસવું. તેનાથી જ્વેલરી ચમકી જશે.

ઘરેણાંને સાફ્ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો. થોડી ટૂથપેસ્ટને જ્વેલરી પર લગાડો અને નરમ ટૂથબ્ર્રશની મદદથી દરેક ઘરેણાંંને હળવા હાથે ઘસો. બધા ઘરેણા ઘસી લીધા પછી પાણીથી ધોઈ લો. ઘરેણાં નવા જેવાં ચમકી ઊઠશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.