‘અબતક’ના લાઈવ કાર્યક્રમમાં કેસરનું મહત્વ જણાવતા કશ્મીરથી સમી ઉલ્લાહ વાની અને મયુરભાઈ શાહ તથા કિંજલબેન શેઠ જોડાયા હતા
‘અબતક’ના વિશેષ લાઈવ કાર્યક્રમ માં યમુના જળમાં કેસર ઘોળી સાચું કેસર ક્યુ? અને કેસર ને કઈ રીતે ઓળખાય? તેના વિષય પર લાઈવ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો જેમાં ઇમ્પીરીયલ ગોલ્ડ કેસરના ઉત્પાદક તેમજ તેમના ડિસ્ટ્રીબ્યુટર કાર્યક્રમમાં જોડાયા હતા.
પ્રશ્ન :- કેસરનું ફક્ત કાશ્મીરમા જ કેમ ઉત્પાદન થાય છે?
જવાબ:- સમી ઉલ્લાહ વાની- કેસર કશ્મીરમાં એટલે થાય છે કે તે ઠંડો પ્રદેશ છે અને બરફ વર્ષા ત્યાં સૌથી વધુ થાય છે. ગરમીના કારણે કેસર ખરાબ થઈ જતું હોવાથી તેને ફક્ત ઠંડા વાતાવરણમાં જ રાખવામાં આવે છે.
કેસર નો ધંધો 1980 સમીર વાની ના પપ્પા કરતા હતા જે તેમને ચાલુ રાખ્યો છે. ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર એ પ્યોર કેસર છે તેની ગેરંટી આપે છે અને મને બે ગેરંટી પણ આપે છે. સેફરોન કેસર નથી પ્રોન કેસર ખરાબ નથી પરંતુ તેની ગુણવત્તા સારી હોતી નથી. માયુરભાઈ શાહ- લોકોમાં કેસર નો વપરાશ વધુ હોય છે પૂજામાં જૈન લોકો કેસર વાપરતા હોય છે તેઓ કેસર કે જે ભગવાનની પૂજા વપરાય છે, ઓથેન્ટિકેશન હોય તેનો આગ્રહ લોકો રાખતા હોય છે, જેના માટે સમીભાઈ પાસેથી પ્રેરણા મળી અને ડિસ્ટ્રીબ્યુટર ધારણ કરી છે.
ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર સંભાળવા માટે સામિભાઇ નો આગ્રહ હતો કેમકે મયુરભાઈએ જૈન અગ્રણી છે અને તેમનો ઉપયોગ જાણતા હોય છે અને તેના દ્વારા પ્રચલિત થશે તેમજ સારો વિચાર છે અને ગુણવત્તા સારી છે જે કેસર લોકો સુધી સાચું અને ચોક્કસ મળી રહે.
મયુરભાઈ શાહના દીકરી એ આ કેસરના ધંધામાં રસ દાખવ્યો હોવાથી તેમને ડિસ્ટ્રીબ્યુટર મા પાર્ટનરશીપ તરીકે ભાગીદાર કરેલ છે અને તેના દ્વારા બિઝનેસ સંભાળવામાં આવે છે. ઇન્ડિયન ગોલ્ડ કેસર ખાવાલાયક છે તે સાબિત કરવા ફૂડ લાયસન્સ નંબર તેમના તે પેક ઉપર લખવામાં આવે છે જે સામાન્ય કેસરોમાં જોવા મળતું નથી.
પ્રશ્ન: કેસર એ ગુણવત્તાવાળું હોવાથી ખુબ જ મોંઘું છે તો શું લોકો ખરીદી છે??
જવાબ: કિંજલબેન શેઠ- કેસરનો ક્યાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો તે મહત્વનું છે જે માટે લોકોની માન્યતા એમ છે કે ફક્ત મીઠાઈમાં જ કેસરનો ઉપયોગ થાય છે પરંતુ એવું હોતું નથી. કેસરનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ વિવિધ વાનગીઓ બનાવવા તેમજ ભગવાનની પૂજા માટે પણ થાય છે. કેસરે વિવિધ વાનગીઓમાં પણ ઉપયોગ થાય છે જેમાં કેસર અંગે કરાયેલા સ્ટડીને ખરેખર ઉપયોગમાં લેવાનો પૂરો પ્રયાસ થાય તે છે અને આ કેસર નો ધંધો ખૂબ જ આગળ વધે તે માટે પૂરી કોશિશ કરી રહ્યા છીએ.
પ્રશ્ન: કેસર ની ખેતી ક્યાં થાય કેવી રીતે થાય ? કેસર ના બીજ કેમ બનાવાય છે?
જવાબ:- સમી ઉલ્લાહ વાની- કેસર ના ખેતરમાં લવંડર કલર ના ફૂલ દેખાય છે તેના વચ્ચે જોવા મળતી કડીઓ કેસર હોય છે, તે કડીઓ એ જમીનમાં રહેલા નાના નાના ડુંગળી આકાર જેવા હોય છે. બી ના થયા પછી તેમાં ફુલ આવતા હોય છે, એ દસ દિવસ પછી આવવાનું ચાલુ થાય છે. જેમાં સો કિલો ફૂલમાંથી ફક્ત દોઢ કિલો કેસર નીકળે છે. બાકી ફૂલોએ સેફોન હોય છે. કાશ્મીરમાં સેફરોન એ ટોટલ હજાર એકરમાં કરવામાં આવે છે જેમાંથી ફક્ત થોડું જ કેસર ગુણવત્તા વધુ હોય છે તે બહાર આવતું હોય છે જેને કારણે તે ખૂબ જ મૂલ્યવાન બને છે.
પ્રશ્ન:- ઇમ્પિરિયલ ગોલ્ડ કેસર આશરે બે લાખ રૂપિયા કિલો છે તો અહીંયા લોકો શુ કેશર ખરીદશે??
જવાબ:-મયુરભાઈ શાહ-આ કેસર ઉપયોગ કરવાનો એક ચોક્કસ વર્ગ રહેલો છે. જે લોકોને ખ્યાલ હોય છે કે કેસર ના ઉપયોગ થી કેટલો ફાયદો થાય છે, અને કેસર એ વિવિધ જગ્યાએ વપરાય છે, દૂધમાં, મીઠાઈ બનાવવામાં તેમજ વિવિધ વાનગીઓમાં ઘણો ઉપયોગ થતો હોય છે.
કેસરનો ઉપયોગ કરવા વાળો ચોક્કસ વર્ગ છે જેમાં જૈન ધર્મમાં કેસર ચંદન ના પાણીથી ભગવાનની પૂજા થાય છે જેના માટે ફક્ત ને અંદરથી સંતોષ થાય છે કે મેં ગુણવત્તા વાળા કેસર ના ઉપયોગથી પૂજા કરી છે જેનાથી ધાર્મિક સંતોષ અનુભવાય છે. કેસરમાં મિનિમમ પ્રોફિટ રાખીને લોકો સુધી સાચી વસ્તુ પહોંચે તે ભાવના રહેલી છે.
પ્રશ્ન: કેસરના મેડિકલ રીતે ફાયદા શું છે?
જવાબ:-કિંજલબેન શેઠ- કેસર ની પ્રકૃતિ ગરમ છે જેમાં બાળકોને શરદી થતાં કેસર વાટીને તેનું પાણી આપવામાં આવે છે. ગુજરાત પ્રોડક્ટમાં કેસર નો સમાવેશ થાય છે જેમાં બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ કેસરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. કાયમી કેસરવાળું દૂધ પીવામાં આવે છે અન્ય શાક ની વાનગીઓ પંજાબી શાક વગેરે જેવા માં ઉપયોગ થાય છે તેમજ બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ તેમનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન: કેસર ઓરીજનલ છે કે નકલી એ કઈ રીતે ખ્યાલ આવે??
જવાબ:- સમી ઉલ્લાહ વાની- કેસરના એક બે પાંદડા લઈને તેમના ગરમ પાણીમાં કે હળવા ગરમ પાણીમાં રાખવામાં આવે છે તે એવું હોવું જોઈએ જેમાં ધીરે ધીરે રંગ છોડતું હોય છે જે અસલી નિશાની છે. તેમનો કલર ધીમે ધીમે છૂટતો હોય છે પરંતુ તે વાઈટ અથવા તો લાલ કલર છોડે છે તો તે નકલી છે કેમકે તે ફક્ત પીળો કલર જ છોડતું હોય છે.
બીજી રીતે કેસરનું એક પાંદડું જીભ ઉપર રાખીને જોવાથી તે પીળું થશે અને તે મીઠું જરા પણ ન હોવું જોઈએ કે અસલી નિશાની છે. થોડું કડવું અથવા તો તીખું હોવું જોઈએ. નકલી કેસર એ બે ત્રણ વર્ષ જૂનું હોય છે અને તેમાં રંગની મિલાવટ કરવામાં આવે છે જેમાં રંગ લાલ હોય છે અને તે રંગની મિલાવટ કરેલી હોય છે જે નકલી કેસર તરીકે સાબિત થાય છે.
સંદેશો
કિંજલબેન શેઠ-
કેસરે ખૂબ જ ઓથેન્ટિક છે અને ઇન્ટર ગોલ્ડ કેસર એ ગુણવત્તા વાળું છે જેમાં કોઈપણ ડુબલીકેટ આવતું નથી અને ઉપયોગી છે. ઓરીજનલ કેસર હોવાથી તેમના ભાવ વધારે છે. શિયાળામાં કેસરનો ઉપયોગ વધુ હોય છે અને તેનો ઉપયોગ સ્કિન માટે, હેલ્પ માટે વગેરે થાય છે.
મયુરભાઈ શાહ-
કોઈપણ સુપરમાર્કેટમાં કે એવી ચોક્કસ જગ્યા પર કેસર વેચવાની નિયુક્તિ કરવામાં આવે છે અને હોમ ડીલેવરી પણ કરીએ છીએ તથા ડિસ્ટ્રીબ્યુટર માટે પણ સંપર્ક કરવાનું જણાવ્યું છે અને ચોક્કસપણે કેસર વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટર પણ અમારા દ્વારા મળી શકે છે.