અમેરિકાની ધરતી પર પ્રથમવાર ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ: દેવોની વિવિધ સ્વ‚પોની અઢાર મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરાઈ
અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે, વીસ એકરમાં પાણીનાવિશાળ સરોવર સહિત પચાસ એકરમાં પથરાયેલ શ્રી સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંંદિર સવાનાહ ખાતે જૠટઙ અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મની તમામ ધારાઓના સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરુપોની અઢાર મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
જેમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનાારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રી નાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, ભકત ભોજલરામ અને જલારામબાપા વગેરે ૧૮ પ્રતિમાઓ પધરાવવામાં આવી છે.
મૂૂર્તિ પ્રતિષ્ઠા વિધિના અંગરુપ ત્રિદિનાત્મક ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામાં આવેલ, એસજીવીપી દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી યોગેશભાઇ પંડ્યા, કિશોરભાઇ દવે અને અજય મહારાજ તથા તુષાર મહારાજ વગેરે વિદ્વાન વિપ્રોએ વેદ વિધાન સાથે ભગવત્ પૂજન તથા મહાવિષ્ણુયાગ કરાવ્યા હતા.
મૂર્તિ પ્રતિષ્ઠાના અંગ સ્વરુપે દેવોનો જલાધિવાસ, સ્નપન વિધિ, ધાન્યાધિવાસ, શય્યાધિવાસ તથા મંદિર પ્રવેશ કરવામાં આવ્યો હતો.મંદિરની વિશાળતા, કલાત્મક સિંહાસનો અને સિંહાસનમાં બિરાજેલા દેવોના અલૌકિક દર્શનથી સૌના હૈયામાં ભકિતભાવની સરિતા પ્રગટી હતી. મંદિરમાં બિરાજીત દેવોને બહેનોએ પવિત્રપણે બનાવેલી ભારતીય વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
મહોત્સવના ચતુર્થ દિવસે મંદિરમાં બિરાજીત દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારેય વેદોનું ગાન, પુરાણો, ઉપનિષદોના ગાન દ્વારા પ્રભુનું સ્વતવન કરાવમાં આવ્યું હતું. મહોત્સવ દરમ્યાન શા.માધવપ્રિયદાસજી સ્વામીએ કથા પ્રસંગમાં પંચદેવોની કથાઓમાં શિવપાર્વતી લગ્નની કથા, ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરક કથા, ભગવાન શ્રી રામસીતાની કથા, હનુમાનજી મહારાજની કથા, ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યની કથા વગેરે પ્રસંગો સાંભળીને લોકો અત્યંત રાજી થયા હતા.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આનંદ વ્યકત કરતા જણાવ્યું હતુ કે, સવાનાહમા બિરાજિત દેવો સૌના મનોરથો પુર્ણ કરશે. ભારતના મુખ્ય તીર્થોમાં બિરાજીત તમામ દેવોના સુંદર સ્વરુપો અહીં બિરાજીત થયા છે. અહીં મંદિરમાં દર્શન કરવાથી સમસ્ત ભારતની તીર્થયાત્રાના દર્શનનું ફળ મળશે. આ મહોત્સવમાં સીસલ્સથી વશરામભાઇ પટેલ, ડો. વિજયભાઇ ધડુક, અર્જુનભાઇ માલવિયા વગેરે મોટી સંખ્યામાં ભકતો ઉપસ્થિત રહ્યા હતા.
માધવપ્રિયદાસજી સ્વામીની સુચના પ્રમાણે ઉત્સવની તથા રસોડા વિભાગની તમામ વ્યવસ્થા ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામી, ભકિતવેદાન્તદાસજી સ્વામી, મુકતસ્વરુપદાસજી સ્વામી, વેદાન્તસ્વરુપદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી, ભંડારી અક્ષરસ્વરુપદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી, ભકિતપ્રિયદાસજી સ્વામી, વિશ્વમંગળદાસજી સ્વામી, સર્વમંગળદાસજી સ્વામી વગેરેએ સંભાળી હતી.