રોજેરોજનું કમાઈ ખાનારાની મુશ્કેલી હળવી કરવી એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કોરોના સંકટ સામે લડવા માટે દેશમાં લોકડાઉનની મર્યાદા ૩ મે સુધી લંબાવવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે ઘણા રાજયોએ ૩૦ એપ્રીલ સુધી લોકડાઉનની મર્યાદા લંબાવી દીધી છે. ત્યારે કેન્દ્ર સરકારે લોકડાઉનની મુદત ૩૦ એપ્રીલના બદલે ૩ મે સુધી શા માટે લંબાવી ? તેવી લોકોમાં ચર્ચા સાથે ઉત્કંઠા છે. તો આવો આ અંગેનું કારણ જોઈએ.
હકિકત જોઈએ તો ૧ મેના રોજ શ્રમદિવસની સાર્વજનિક રજા છે. બીજી મેએ શનિવાર છે. અને ત્રીજી મેએ રવિવાર છે. આથી કેન્દ્ર સરકારે ત્રીજીમે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજય સરકારોએ કેન્દ્રને ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની અપીલ કરી હતી તો કેટલાક રાજયોમાં ૩૦ એપ્રીલ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત પણ વડાપ્રધાન જાહેરાત કરે એ પહેલા જ કરી દીધી હતી. જોકે કેન્દ્ર સરકારે રજાઓને ધ્યાને લઈ ૩ મે સુધી લોકડાઉન લંબાવી દીધું છે.
સરકારી સુત્રો કહે છે કે ત્રણ દિવસની રજાને લઈ લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે અને સામાજીક અંતર જાળવવામાં પણ મુશ્કેલી થઈ શકે એટલે સરકારે લોકડાઉન ૩ મે સુધી લંબાવ્યું છે.
સૌથી પહેલા ઓરીસ્સાએ લોકડાઉન ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યું હતુ બાદમાં પંજાબે ૧ મે સુધી, મહારાષ્ટ્રે ૩૦ એપ્રીલ સુધી, તેલંગાણાએ ૩૦ એપ્રીલ સુધી, રાજસ્થાને ૩૦ એપ્રીલ સુધી કર્ણાટકે બે અઠવાડીયા સુધી પશ્ર્ચિમ બંગાળે ૩૦ એપ્રીલ સુધીતામિલ નાડુએ ૩૦ એપ્રીલ સુધી લોકડાઉન વધાર્યું હતુ. બાદમાં પૂર્વોતરના રાજયો અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલયે પણ ૩૦ એપ્રીલ સુધી લોકડાઉન લંબાવ્યું હતુ.
વડાપ્રધાને શું કહ્યું ?
દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે તમામનું સૂચન છે કે લોકડાઉન લંબાવવામાં આવે, કેટલાક રાજયોએ તો પહેલા જ લોકડાઉન વધારવાના નિર્ણય લઈ લીધા હતા બધશ સુચનોને ધ્યાનમાં લઈભારતમાં લોકડાઉન ૩ મે સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. એટલે તમામ દેશવાસીઓએ ૩ મે સુધી ઘરમાં બંધ રહેવું પડશે. આણે ધીરજ રાખવી પડશે નિયમોનું પાલન કરવું પડશે તો જ કોરોના જેવી ભયંકર મહામારી પર વિજય મેળવી શકીશું રોજેરોનું કમાઈ ખાનારાએ મારો પરિવાર છે મારી અત્યારની સર્વોચ્ચ પ્રાથમિકતા એમના જીવનમાં આવેલી મુકેલી ઓછી કરવાની છે.