અકસ્માતમાં મૃત્યુ પામનાર સામે પોલીસ બેદરકારીનો ગુનો નોંધે છે: ‘મનુષ્ય’ને અવસાન બાદ પણ શાંતિ નહિ? ભગવાન શંકરે હવે માણસને તીસરી આંખ આપવી જોઇએ જેથી આવા અકસ્માત થતા અટકી શકે
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર ઢોર કે કુતરુ આડુ ઉતરે અને અકસ્માત સર્જાય તો અકસ્માતમાં મૃત્યુ પામનારની બેદરકારી સામે ધરી પોલીસ દ્વારા ચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જયારે બીજી બાજુ આવા કિસ્સામાં તંત્રની કોઇ જવાબદારી સામે કેમ આવતી નથી? તે એક મોટો સવાલ ઉભો થયો છે.
શું હવે માણસને ભગવાન શંકર હવે તીસરી આંખ આવે તો શું આવા અકસ્માતના બનાવો અટકશે કે શું તે સવાઇ થઇ રહ્યો છે. રસ્તા પર ઢોર, કે કુતરાને અટકાવવામાં કેમ નથી આવતા? અને આવા બનાવમાં તંત્રનીકેમ કોઇ બેદરકારી કે જવાબદારી સામે નથી આવતી તે પણ એક પ્રશ્ર્ન થઇ રહ્યો છે.
ભારતના બંધારણની જોગવાઇ મુજબ જો કોઇ વ્યકિત પોતાનું બાઇક ચાલુ કરતી વેળાએ પડી જાય અને સામે કોઇ વ્યકિત આ દ્રશ્ય જોઇ શકે તો તે વ્યકિત બાઇક ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધાવી શકે, જો કાયદામાં આવી જોગવાઇ હોય તો ઢોર કે કુતરા રસ્તા પર આવી જતા હોય અને કોઇ અકસ્માત સર્જાય અને માણસનું મૃત્યુ થાય તો ઢોર કે કુતરા ઉપર કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માત્ર માણસ સામે જ બેદરકારીનો ગુનો નોંધી કેમ કાર્યવાહી કરવામાં આવે છે.
હાલ સરકાર દ્વારા ટ્રાફીક નિયમન માટે દંડની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકો હેલ્મેટ પહેરતા થઇ ગયા છે પરંતુ માણસ પોતાની જીંદગી માટે અને સાગમતી માટે ટ્રાફીક નિયમનને અનુસરવાનું શરુ કરે છે તો તંત્ર દ્વારા પોતાની જવાબદારીનું ભાન કયારે કરવામાં આવશે? જેથી કરીને રોડ રસ્તા પર ઢોર, ગાય, કે કુતરા આડા ન ઉતરે અને કોઇ માનવ જીંદગી જોખમાઇ નહિ તેની તકેદારી તંત્ર દ્વારા કયારે લેવામાં આવશે? તે એક મોટો સવાલ ઉ૫સ્થિતિ થયો છે.
હાલમાં જ રાજકોટના ભકિતનગર સર્કલ પાસે બાઇક પર જતા પ્રૌઢનું ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થતાં મોત થયું હતું. બળધોઇ ગામે રહેતા છકડો રીક્ષાના ચાલક માવજીભાઇ પોતાની રીક્ષા લઇ બળધોઇ ગામના પાટીયા પાસેથી વિરનગર ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા અકસ્માત સજાર્યો હતો પરંતુ તંત્ર દ્વારા ચાલક સામે માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આવા કિસ્સામાં લોકોએ જાગૃત થવાની જુરર છે અને તંત્રની જવાબદારીનું તેઓને ભાન કરાવવાની જરુર ઉભી થઇ છે જેથી કરીને ઢોર રસ્તા પર આવે તો તંત્રની બેદરકારી છતી થતી હોય તેની સામે કાર્યવાહી કરવો જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે.