મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાકાકોટ પ્રાથમિક શાળામાં જમીનદાતા દ્વારા શાળામાં તાળાબંધી કરવામાં આવી.
કડાણા તાલુકાના રાકાકોટ પ્રાથમિક શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર પરિવારના સભ્યને મધ્યાન ભોજન સંચાલક તરીકે નિમણુંક ન મળતા જમીન દાતા દ્વારા ચાલુ શાળાએ તાળાબંધી કરી દેતા શાળા શિક્ષકો દ્વારા બાળકોને અન્ય મકાનમાં બેસાડવાની ફરજ પડી હતી .ગત મહિને શાળામાં સંચાલક તરીકે કરવામાં આવેલ ભરતીમાં ઉષાબેન દલપતભાઈ ડામોરને સંચાલક તરીકે ઓર્ડર મળ્યો હતો. પાંચ દિવસ બાદ અચાનક શાળાની જમીન દાનમાં આપેલ જમીન માલિક દ્વારા શાળાને તાળા મારી દેતા બાળકોને આખો દિવસ ભુખ્યા રહીને ભણવાની ફરજ પડી હતી.
આમ મધ્યાહન ભોજન સંચાલક ભરતીના પ્રશ્ન લઈને તાળાબંધી કરાઈ
મહીસાગર જીલ્લામાં મધ્યાહન ભોજન ભરતીમાં સંતરામપુર બાદ કડાણા તાલુકાના રાકકોટ પ્રાથમિક શાળા બનાવવા માટે જમીન દાતા સાથે અન્યાય થતા શાળાને તાળાબંધી કરવામાં આવી હોવાનો બીજો કિસ્સો સામે આવ્યો છે.
અગાઉના સમયમાં શાળા માટે જમીનનો ભોગ આપનાર માલિકના પરિવારને પ્રથમ લાભ મળશે તેવી મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે શાળામા મધ્યાહન ભોજન સંચાલકની ભરતીમાં જમીન માલિક લાડુબેન ધુળાભાઈ મછારે ઉમેદવારી કરી હતી. પરતું સંચાલક તરીકે તેમની નિમણુંક ન થતાં જમીનનો ભોગ આપ્યા બાદ અન્યાય થયો હોય જેથી પોતાનો હક્ક છીનવાઈ રહ્યો હોવાની વાત ને લઇ શાળાને તાળાબંધી કરવાની ફરજ પડી છે