ટેલિકોમ કંપનીઓ પણ સોશિયલ મીડીયાના શરણમાં
હાલ સોશિયલ મીડીયાનો દબદબો ચાલી રહ્યો છે. લોકો દિવસ હોય કે રાત સોશિયલ મીડીયા મારફતે આંગળીના ટેરવે ગમે ત્યારે સરળતાથી માહિતી મેળવી શકે છે. કહી શકાય કે આ યુગમાં ઈમ્પોસિબલને સોશિયલ મીડીયાએ પોસીબલ બનાવી દીધું છે. તો આ વાત હવે ટેલિકોમ કંપનીઓએ પણ સ્વિકારી લીધી છે, ટિવટર અને ફેસબુક જેવા સોશિયલ મીડીયા પ્લેટફોર્મ વધુને વધુ કંપનીઓ દ્વારા તેમના ગ્રાહકો સાથે સંપર્ક કરવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ટેલિકોમ કંપનીઓમાં સ્પર્ધા ખુબ જ વધી રહી છે માટે તેઓ તેમનું પ્લેટફોર્મ જળવાઈ રહે માટે તેઓ સતત ગ્રાહકો સાથે જોડાઈ રહેવા માગે છે અને તેમની તકલીફોનું નિવારણ કરવા માગે છે અને તેમની વેબસાઈટ બનાવી સીધા ગ્રાહકો સુધી પહોંચવા માગે છે. કારણ કે સોશિયલ મીડીયાનો વપરાશ વધતો જ જાય છે માટે ટેલિકોમ કંપનીઓ મીડીયા વિશ્ર્લેષકો માટે મોટા પૈસા ચુકવવા પણ તૈયાર છે.ભારતની સૌથી મોટી ટેલીકોમ ઓપરેટર એટલે કે ભારતી એરટેલે જણાવ્યું હતું કે, સોશિયલ મીડીયા કંપની માટે બ્રમ્હાસ્ત્ર છે. ગુડગાંવમાં તેનું મુખ્ય મથક છે. સી.એલ.ટી.આર છે અને તેના મુખ્ય ત્રણ એકમો ક્રિએટીવ, એનલિટિકસ અને રીસપોન્સ બને છે માટે સોશિયલ મીડીયા અસરકારક છે. કારણકે સોશિયલ મીડીયા મારફતે તમામ ગ્રાહકોના પ્રશ્ર્નો ૧૫ થી ૨૦ મિનિટમાં ટેગ થાય છે અને તેનો જવાબ આપવામાં આવે છે તો આ વાત ભારતીની બીજા ક્રમની કંપની એટલે કે વોડાફોને પણ સ્વિકારી હતી. કારણકે વોડાફોન બ્રાન્ડ ટીમ અને તેની ભાગીદાર એજન્સીઓ પાસેથી સોશિયલ મીડીયા સ્ત્રોતો સમર્પિત કર્યા છે.સોશિયલ મીડીયા ટીમ તેમની માહિતીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. જયારે વોડાફોનમાં પોસ્ટપેઈડ પ્રોમીસ અભિયાન પછી લોકોમાં અમુક ગેરસમજણ થઈ હતી ત્યારે તેમને સોશિયલ મીડીયાએ જાણી મદદ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેનાથી બજારમાં ડેટા રોલ ઓવર કરવા સરલ બની જાય છે.બજારમાં નવીનતમ પ્રવેશ કરનારા, રિલાયન્સ, જીયો, ઈન્ફોકોમ પાસે સોશિયલ મીડીયા‚પી હથિયાર છે માટે તેમને વધુમાં વધુ ઝડપી પ્રતિસાદ મળે છે તો તેવી જ રીતે જીઓની જેમ એપ્લિકેશન્સ જીઓ મ્યુઝિક ગ્રાહકોને આકર્ષવા અને કંપનીઓને ફાયદાકારક છે. ટેલિકોમ કંપનીઓ મોટા પ્રમાણમાં સોશિયલ મીડીયાને રકમ ચુકવવાની તૈયારી ધરાવે છે. એકસીકયુટીવ ઓફિસરે જણાવ્યું હતું કે જો ભારતમાં કોઈને સોશિયલ મીડીયા સાથે લીંક અપ કરવું હોય તો તેમને ‚ા.૯૬ લાખ થી ‚ા.૧.૬ કરોડ જેટલુ ચુકવવુ પડશે. જેનું તેમને માર્કેટમાંથી પુરતુ વળતર મળશે તો તેનાથી ઘણા લોકોને રોજગાર મળશે.