ઈશ્વરથી મળી અનેરી તક
માળવા કરતાં ખોઈ નાખવી
આવું તે શું કામ ?
સંબંધો જીવવા મળી ગયા
સમજવા કરતાં તોડી નાખવા
આવું તે શું કામ ?
લાગણીની ઓળખ કરતાં
પ્રેમનો અનુભવ કઈક નોખો
આવું તે શું કામ ?
કુદરતનું સર્જન જોવા કરતાં
તેને બગાડવાની મજા
આવું તે શું કામ ?
સમય બધુજ શીખવે
રાહ કોઈને જોવી નથી
આવું તે શું કામ ?
સંજોગો માંથી શીખવા કરતાં
સંજોગોને દોષ આપવો
આવું તે શું કામ ?
દરેક ક્ષણને માળવા કરતાં
દરેક ક્ષણનોને વેડફી નાખવી
આવું તે શું કામ ?
સવાલો જીવનના ક્યારેક સહેલાં
જવાબ મેળવા થોડા અઘરા
આવું તે શું કામ ?
પરિચય કરતાં કામથી મતલબ
વાતો કરતાં વાતનું મુલ્ય
આવું તે શું કામ ?
સવાલો જાગે દરેક ક્ષણ
જવાબ ગોતતા વીતે ક્ષણો
આવું તે શું કામ ?