Website Template Original File1 30

આ વર્ષે તારીખ 19 સપ્ટેમ્બરના  દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. એવું કહેવાય છે કે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા જોઈએ નહી. ગણેશ ચતુર્થીને કલંક ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શનને કેમ અશુભ માનવામાં આવે છે.

જાણો આ પાછળની પૌરાણિક કથા :

2560px Dagdusheth Ganpati Pune

એવું કહેવાય છે કે ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો. આ પાછળની કથા અનુસાર એકવખત ગણેશજી ક્યાંકથી ભોજન કરીને આવી રહ્યા હતા. ત્યારે ગણેશજીને રસ્તામાં ચંદ્રદેવ મળી ગયા. ગણેશજીના મોટા ઉદર (પેટ)ને જોઈને ચંદ્રદેવ હસવા લાગ્યા. આ જોઈને ગણેશજીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો.

ગણેશજીએ આપ્યો હતો શ્રાપ:

a60c50adc94edc09961761162791cf1b

આ જોઈને ગણેશજીને ગુસ્સો આવ્યો અને તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમને તમારા રૂપનો આટલો અહંકાર છે તો હું તમને ક્ષય  થવાનો શ્રાપ આપુ છું. ગણેશજીના શ્રાપથી ચંદ્ર અને તેમનું તેજ દિવસે-દિવસે ક્ષય થવા લાગ્યું અને તેઓ મૃત્યુ તરફ આગળ વધવા લાગ્યા.

ચંદ્રદેવે શિવજીની તપસ્યા કરી:

f082801c4491ada6351be0c357303673

દેવતાઓએ ચંદ્રદેવને શિવજીની તપસ્યા કરવા માટે જણાવ્યું. ત્યારે ચંદ્રદેવે ગુજરાતના દરિયા કિનારે શિવલિંગ બનાવીને તપસ્યા કરી. ચંદ્રદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને શિવજીએ ચંદ્રદેવને પોતાના માથા પર બેસાડીને તેઓને મૃત્યુથી બચાવી લીધા હતા. આ જગ્યા પર ભગવાન શિવ, ચંદ્રદેવની પ્રાર્થના પર જ્યોર્તિલિંગરૂપે પહેલી વખત પ્રકટ થયા હતા અને સોમનાથ તરીકે ઓળખાયા હતા.

આ કારણે 15 દિવસ ક્ષય થાય છે ચંદ્ર:

13 56 269890150gf4 ll

ચંદ્રદેવે તેમના અહંકારની ભગવાન ગણેશજી પાસે માફી માગી. ત્યારે ગણેશજીએ તેઓને માફ કર્યા અને કહ્યું કે હું આ શ્રાપ ખતમ કરી નહીં શકુ પણ તમે દરરોજ ક્ષય થશો અને 15 દિવસ પછી ફરી વધવા લાગશો. અને પૂર્ણ થઈ જશો. પણ, જો તમે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રના દર્શન કરવા માગો છો તો તમારા હાથમાં ફળ, મીઠાઈ અથવા દહીં લઈને ચંદ્રના દર્શન કરો. આવું કરવાથી ચંદ્ર દર્શનનું અશુભ ફળ નહીં મળે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.