ફળો વિટામિન્સ અને ખનિજોના સૌથી મોટા સ્ત્રોતોમાંના એક છે. દિવસમાં બે વાર તાજા ફળો ખાવાથી તમે સ્વસ્થ અને ફિટ રહી શકો છો. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમારા અવયવોને તેમનું કામ સારી રીતે કરવામાં મદદ કરી શકે છે અને લાંબી બિમારીનું જોખમ ઘટાડી શકે છે. પરંતુ તેના મહત્તમ લાભ માટે ખાવાનો આદર્શ સમય છે, તેથી ફળો પણ તેના નિયત સમયે લેવા જોઈએ. આયુર્વેદ મૂજબ તમારે સૂર્યાસ્ત પહેલા ફળો ખાવા જોઈએ.
આયુર્વેદ ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસન અનુસાર, સાંજે ફળ ખાવાથી ઉંઘનો સમય ખરાબ થઈ શકે છે અને પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડી શકે છે. જેમ આપણે જાણીએ છીએ, મોટાભાગના ફળોમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેઓ ત્વરિત ઉર્જાનો એક મહાન સ્રોત છે, સાથે સાથે બ્લડ સુગર લેવલ પણ વધારે છે.
તેને સુવાનો સમય નજીક ખાવાથી બ્લડ સુગર લેવલ વધવાને કારણે તમારી ઉંઘમાં ખલેલ પડી શકે છે. ઉપરાંત, સૂર્યાસ્ત પછી આપણું ચયાપચય ધીમું થઈ જાય છે અને કાર્બોહાઈડ્રેટને પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી, તેનું સેવન મર્યાદિત કરવું વધુ સારું છે.
ફળો ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે. જ્યારે આપણે રાત્રે લગભગ ૧૦ કલાક ઉપવાસ કર્યા પછી જાગીએ છીએ, ત્યારે આપણું પેટ સંપૂર્ણપણે ખાલી હોય છે. સવારે તંદુરસ્ત ભોજન ખાવાથી પોષક તત્વોને વધુ અસરકારક રીતે શોષવામાં અને ચયાપચયની શરૂઆત કરવામાં મદદ મળશે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફળોને પણ ખોરાક સાથે સામેલ કરવા જોઈએ અથવા ભોજન પછી તરત જ લેવા જોઈએ. સવારે અને વર્કઆઉટ પહેલા અને પછી સરળ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું શ્રેષ્ઠ છે. સૂર્યાસ્ત પછી ચરબી, પ્રોટીન અને ઓછા જટિલ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું શ્રેષ્ઠ છે. ફળો હંમેશા એકલા લેવા જોઈએ. ડેરી પ્રોડક્ટ અથવા શાકભાજી સાથે ફળોનું સેવન શરીરમાં ઝેરની રચના તરફ દોરી શકે છે.