ચોમાસામાં લીલા શાકભાજીમાં બેકટેરિયાનું પ્રમાણ વધી જાય છે, જેને કારણે થાય છે પેટની સમસ્યા
વરસાદી મોસમમાં ખાવા-પીવાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ મોસમમાં લીલા શાકભાજી ખાવાના પસંદ કરો છો તો તેને અવોઈડ કરો. આમ તો લીલા શાકભાજી તંદુરસ્તી માટે સારા છે અને તેમાં ઘણા બધા પોષક તત્વો પણ રહેલા છે પરંતુ જો એકસપર્ટનું માનવામાં આવે તો આવા શાકભાજી વરસાદી મોસમમાં ખાવાના ટાળવા જોઈએ. એકસપર્ટના જણાવ્યાનુસાર વરસાદી મોસમમાં પાચન શકિત થોડી નબળી પડી જાય છે. વરસાદમાં ભિંજાયા બાદ કે ભેજવાળા ઠંડા વાતાવરણને કારણે શરદી, ખાંસી અને તાવ પણ રહે છે. જેને કારણે ઈમ્યુનલ સિસ્ટર નબળી પડી જાય છે.
Greens and vegetables વરસાદી માહોલમાં લીલા શાકભાજીમાં સુક્ષમ જીવજંતુઓ થઈ જાય છે. કેબેજ, ફલાવર અને બ્રોકલી જેવા શાકભાજીમાં કીડા-મકોડા એવી રીતે અંદર ઘુસી જાય છે કે દેખાતા પણ નથી. એટલે જ જો આ શાકભાજી ખાવા જ હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા મીઠાવાળા ગરમ પાણીમાં તેને ઉકાળી દેવા પછી જ તેનો ઉપયોગ કરવો. વરસાદી માહોલમાં લીલા શાકભાજી જેવા કે કેબ્રેજ, ફલાવર, બ્રોકલી કે પછી પાલકને પુરતી સુરજની રોશની મળતી નથી. જેને કારણે તેમાં કિટાણુઓ જમા થઈ જાય છે. આ શાકભાજીના સેવનથી વાયરસ શરીરમાં પ્રવેશી જાય છે. જેના કારણે ઘણી બધી બિમારીઓ થઈ શકે છે સાથે જ આપણી બોડીનું એનર્જી લેવલ પણ ઓછુ થઈ જાય છે અને પાચન તંત્ર નબળુ પડી જાય છે જેના કારણે ડાયેરીયાની તકલીફ થઈ શકે છે.
વરસાદી માહોલમાં શાકભાજીને તાજુ અને લીલુ બતાવવા માટે શાકભાજીવાળા તેને રંગનું ઈન્જેકશન આપે છે. આ નકલી રંગોની સીધી અસર આપણી ઈમ્યુનિટી પર પડે છે અને ઈમ્યુનિટી કમજોર થવા લાગે છે. જેના કારણે શરીરમાં તમામ પ્રકારની બિમારીઓ થઈ જાય છે. વરસાદી સિઝનમાં લીલા પાનવાળા શાકભાજીમાં બેકટેરીયાનો નિવાસ થઈ જાય છે તે શાકભાજીના પાદડાના પોતાનો અડ્ડો જમાવી દે છે. કેટલાક કીડા તો લીલા રંગના જ હોવાથી ઝડપથી પકડાતા પણ નથી અને તે પેટમાં જતા રહે છે. જેના કારણે પેટમાં તકલીફ થઈ જાય છે માટે જ મોનસુનમાં લીલા શાકભાજી ટાળવા જોઈએ. મોટાભાગે લીલા શાકભાજી કાદવ-કિચડવાળી જગ્યામાં ઉગાડવામાં આવે છે માટે જ પાંદડાઓમાં સક્રમણનો ખતરો વધી જાય છે. જો તેને સારી રીતે ધોવામાં ન આવે તો તબીયત ખરાબ થઈ શકે છે.
આ અંગે વધુ જણાવતા ન્યુટ્રીશ્યન ડો.અંક સુદે કહ્યું કે, નવરસાદી સિઝન એ વાઈરસના સંક્રમણની પરફેકટ સિઝન છે અને આવા વાઈરસ બેકટેરીયા લીલા શાકભાજીમાં આસાનીથી રહી શકે છે અને તેમની વસ્તીમાં વધારો પણ કરે છે જેને આવા લીલા શાકભાજી ખાવાથી તે શરીરને નુકસાન કરે છે તો બીજી તરફ માઈક્રોબાયોટીક ન્યુટ્રીશ્યન અને હેલ્થ પ્રેકટીસનર શિલ્પા અરોરાઓ કહ્યું કે, વરસાદી સિઝનમાં લીલા શાકભાજીને સૌથી વધુ નુકસાન થાય છે. આવા શાકભાજીને તાજા રાખવા માટે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવે છે પરંતુ જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યા જ સાફ-સુથરી ન હોય તો આવા શાકભાજીમાં વધુ બેકટેરિયા થઈ જાય છે અને તે નુકસાન કારક છે આવા શાકભાજીને ખાવાથી પેટમાં દુખાવો અને ઈન્ફેકશન થવાનો ભય રહે છે અને કરતા જમીનમાં થતા શાકભાજી પમ્પકીન, દુધી, ટીંડોળા, બીટ ખાવુ વધારે યોગ્ય છે. માટે જ સાચુ કહેવાય છે કે ઉપચાર કરતા સમસ્યાનું નિવારણ સારું જો તમે ચોમાસામાં લીલા પાનવાળી શાકભાજી ખાવાના પસંદ કરો છો તો તેને રાંધતા પહેલા સાવચેતીથી સફાઈ કરો.