ગોવામાં કોંગી હાઈ કમાન્ડની બેદરકારીના કારણે મળેલી નિષ્ફળતાથી છંછેડાયેલા વિશ્ર્વજીત રાણેને ભાજપે મંત્રી બનાવવાની તૈયારી દર્શાવી
તાજેતરમાં ગોવામાં પુરતી બહુમતી હાંસલ કર્યા બાદ પણ સત્તા મેળવવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસની નિષ્ફળતા પાછળ જવાબદાર કારણો નિષ્ણાંતો તપાસી રહ્યાં છે. અત્યારે તો કોંગ્રેસને ગોવામાં બેદરકારીના કારણે મળેલી નિષ્ફળતાી રોષે ભરાયેલા કોંગી નેતા વિશ્ર્વજીત રાણે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપે વિશ્ર્વજીત રાણેને સરકારમાં મંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. ગોવા વિધાનસભામાં મહદઅંશે સફળતા મેળવ્યા બાદ પણ કોંગ્રેસના નેતા દિગ્વીજયસિંઘની આળસના કારણે કોંગ્રેસને વિધાનસભામાં બહુમતી સાબીત કરવા પુરતો ટેકો મળ્યો ન હતો. દિગ્વીજયસિંઘ ગોવામાં ફરવા ગયા હતા ત્યારે ભાજપે સમયનો ફાયદો લઈ તુરંત જ ટેકેદારો શોધી લીધા હતા. આ કામગીરીમાં ભાજપે કોંગ્રેસને ઉંઘતો ઝડપી લીધો હતો.
પરિણામે કોંગ્રેસને વિશ્ર્વજીત રાણે જેવા આગેવાન ગુમાવવાનો વારો આવ્યો હતો. અગાઉ પણ કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવાની માંગ ઉઠી હતી. તે સમયે જો કોંગ્રેસના હાઈકમાન્ડે સનિક આગેવાનોની વાત સાંભળી નિર્ણયો લીધા હોત તો ગોવામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડયો ન હોત. હાલ મનોહર પરિકર સરકારમાં હવે કોંગ્રેસના કાયદા નિષ્ણાંત વિશ્ર્વજીત રાણે જોડાશે જેનાી ભાજપની તાકાતમાં અનેક ગણો વધારો શે.