ટેન્ડર રદ થતા મ્યુ. કમિશનરને રજૂઆત

જામનગર મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગના પાણી સપ્લાયના ટેન્ડરને રદ કરવા સામે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

સિદ્ધના ક્ધસ્ટ્રક્શન પેઢીના સંચાલકએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, બેડી અને મહાપ્રભુજી બેઠક વિસ્તાર માટે પાણીના ટેન્કરના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં અને તેમાં અમારી પેઢી ફસ્ટ લોએસ્ટ હતી. આમ છતાં યેનકેન પ્રકારે રી-ટેન્ડર પ્રક્રિયા હા ધરવામાં આવનાર છે. આ માટે ચોક્કસ વગદાર પદાધિકારીની સત્તાના જોરે આ કામ પાર પાડવામાં આવ્યું છે. કોઈપણ કાનૂની અભિપ્રાય અને નિયમ વગર રી-ટેન્ડર કરવાનું કૃત્ય ગેરકાયદે છે.

જો રી-ટેન્ડર જ કરવાના હતાં તો ફાઈલને પ્રિ-ઓડીટમાં શા માટે મોકલાઈ હતી? અને સેક્ધડ લોએસ્ટ પાર્ટીની સરદાર ક્ધસ્ટ્રકશનની રજૂઆતને લઈને આ રી-ટેન્ડર યું છે જે અમોને અન્યાય સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.