74 જેટલી દવાઓના ભાવ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ નિર્ધારિત કર્યા !!!
લોકોની સુખાકારી અને સલામતી જળવાઈ તે માટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી 74 જેટલી દવાઓ ના છૂટક ભાવ માં સુધારો કર્યો છે. જેમાં વાય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ તમામ છૂટક દવાઓ ના ભાવ આસમાને હતા જે સામાન્ય લોકોને સહેજ પણ પરવડે તેમ ન હતા ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા આ તમામ દવાઓના છૂટક ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે જેથી લોકોને આની વિપરીત અસરનો સામનો નહીં કરવો પડે. જે દવાઓના ભાવમાં સુધારો કરવામાં આવ્યો છે તેમાં મેટાફોરમીન હાઇડ્રોક્લોરાઇડ, ટેલમીસારટન, સોડીયમ વાલપ્રોએટ, હાઇડ્રોકોર્ટીસોન સહિતની દવાઓમાં ભાવ અંકુશમાં લેવાયા છે.
વર્ષ 1997માં સ્થાપવામાં આવેલ એનપીપીએ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોની કિંમતો નિર્ધારિત કરી તેમાં સુધારો કરવા ઉપરાંત ડીપીસીઓના જોગવાઈઓને લાગુ કરવાનું તેમજ નિયંત્રિત દવાઓની કિંમતો પર નજર રાખવાનું કામ કરે છે. દવાઓની કિંમતો પર નજર રાખનાર એનપીપીએ એ 74 વાઈ, બીપી એન્ડ ડાયાબીટીસ તેમજ એન્ટિવાયરલ દવાઓની કિંમતોમાં સુધારો કર્યો છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસીંગ ઓથોરિટીએ એક સૂચના દ્વારા આ દવાઓ માટે નક્કી કરાયેલ ભાવ નિર્ધારિત કર્યા છે જેનો લાભ હવે સિધોજ નાના લોકોને મળતો રહેશે. અરે વાતની પણ ગંભીરતા લીધેલી છે કે જે વધુ ભાવ ઉત્પાદકો દ્વારા લેવામાં આવ્યા હોય તેમની પાસેથી એ ભાવ અને એ રકમ પણ કરી રિકવર એટલે કે વસૂલવામાં આવશે.