કેસોની સુનાવણી દરમિયાન સાક્ષીઓ સત્ય છુપાવતા હોય સાચો ન્યાય તોળવામાં જજોને ભારે મુશ્કેલી પડતી હોવાનો જસ્ટીસ પારડીવાલાની ખંડપીઠનું તારણ
કોર્ટમાં ધર્મનો સોગંદ ખાવા છતાં સાક્ષીઓ કદી સંપૂર્ણ સત્ય બોલતા નથી જેથી, જજોને ખોટુ જુબાનીઓમાંથી સત્ય શોધીને ન્યાય મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે એક અપીલ કેસની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતુ. હાઈકોર્ટના જસ્ટીસ પારડીવાલાની ખંડપીઠે કેસોની સુનાવણી દરમ્યાન સાક્ષીઓનાં વલણ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતુ કે દરેક કેસોમાં સાક્ષીઓ મહત્વના હોય છે. પરંતુ, કમનસીબે સાક્ષીઓ યેનકેન કારણોસર ૧૦૦ ટકા સાચી જુબાની આપતા નથી.
એક ખૂન કેસમાં બે વ્યકિતઓની સજા માટેના કેસમાં અદાલતે સાક્ષીઓની વર્તણુંકની ગંભીર નોંધ લીધી હતી. ડિશા કોર્ટમાં ઈલ્યાસ ભટ્ટી નામના વ્યકિતની હત્યા સંદર્ભે મુખ્ય આરોપી ભરત વેણ અને શિવા વેણને ડિશા કોર્ટે આપેલી ફાંસીની સજાના પ્રતિવાદીઓએ હાઈકોર્ટમાં આ ચૂકાદા સામે અપીલ કરી હતી આ ખૂન કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી ન હોવા છતાં આરોપીને ફાંસીની સજાના હુકમને પડકાર્યો હતો.
ખૂન કેસમા થયેલી સજા માટે કોર્ટે સંયોગીક પૂરાવાઓ અને વ્યકિતગત ગુનાનો સ્વીકાર તબીબી પુરાવાઓનાં આધારે કોર્ટે આરોપીઓને કસુરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ આપ્યો હતો. આ કેસમા થયેલી અપીલની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થતા ન્યાયમૂર્તિઓની સંયુકત ખંડપીઠે કેસમાં સાક્ષીઓ દ્વારા અદાલતને સત્ય માટે જે રીતે નૈતિકતાથી થવું જોઈએ તેમા ઘણી ખોટ રહી હોવાનું નોંધ્યું હતુ.
હાઈકોર્ટની સંયુકત ખંડપીઠના ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ એ.સી. રાવે સુનાવણી વખતે વાત નોંધી હતી કે કેસમાં અધવચ્ચે જ સાક્ષીઓએ તેમનું વલણ બદલાવી નાખ્યું હતુ શરૂઆતમાં આ કેસમાં હત્યારાઓને હત્યા માટે કોઈ ઈરાદો ના હોવાનું જણાવ્યું હતુ સુનાવણી જયારે અધવચ્ચે પહોચી ત્યારે સાક્ષીઓએ એવી જુબાનીપી કે ભોગ બનનારના પિતાએજ પોતાના પુત્રની હત્યાનં કાવતરૂ કર્યું હતુ.
હાઈકોર્ટે નોંધ્યું હતુ કે સાક્ષીઓ પોતાનું વલણ અધવચ્ચેથી બદલી નાખ્યું હતુ અને સાક્ષીઓએ કોર્ટને સંપૂર્ણ સત્યથી વાકેફ કરી નહતી આના કારણે ઘટના અને થયેલા અપરાધની વાસ્તવિક પરિસ્થિતિ કોર્ટ સમક્ષ ઉજાગર થઈ ન હતી. હાઈકોર્ટે ત્યારબાદ ચુકાદા અંગે વિસ્તૃત ચર્ચા કીને સાક્ષીઓનાં વલણ અંગે ચર્ચા કરી હતી સાક્ષીઓ દરેક કેસના મૂળમાં ખૂબજ મહત્વની ભૂમિકામાં હોય છે. પરંતુ સત્યથી જુઠાણા તરફનું વલણ ન્યાયને ગંભીર ક્ષતિ પહોચાડે છે. કેસમાં જુઠાણાઓની ભરમારમાંથી સત્ય શોધવામાં ખૂબજ મુશ્કેલી પડે છે.