વૈશાખ માસમાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આમ, વર્ષ 2023માં પરશુરામ જયંતિ 22 એપ્રિલે છે. આ દિવસે અક્ષય તૃતીયા પણ છે. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ૠષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષ્ાય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. સમસ્ત જગતના આરાધ્ય દેવ અને બ્રાહમણોના ઈષ્ટદેવ એવા ભગવાન વિષ્ણુના છઠૃા અવતાર એવા ભગવાન પરશુરામજીની ૨૨ એપ્રીલ 2023ના અખા ત્રીજના પાવન પર્વે જન્મજયંતિ છે. ભગવાન પરશુરામના જન્મની સાથે બે દંતકથાઓ પ્રચલિત છે. હરિવંશપુરાણ અનુસાર તેમાંથી એક કથા નીચે મુજબ છે:
પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈયયવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતુ. તે વધારે અભિમાની હતો અને અત્યાચારી પણ. સહસ્ત્રાર્જુન તેની સેના સાથે ભગવાન પરશુરામના પિતા જમદગ્રી મુનિના સંન્યાસમાં પહોંચ્યા. જમદગ્રી મુનિએ સૈન્યનું સ્વાગત કર્યું અને તેમના આશ્રમમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી. મુનિએ આશ્રમની ચમત્કારિક કામધેનુ ગાયના દૂધથી તમામ સૈનિકોની ભૂખ સંતોષી. કામધેનુ ગાયના ચમત્કારથી પ્રભાવિત થઈને સહસ્ત્રાર્જુનના મનમાં લોભ ઉત્પન્ન થયો અને જમદગરી મુનિ પાસેથી કામધેનુ ગાય બળપૂર્વક છીનવી લીધી જ્યારે પરશુરામને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો.
સહસ્ત્રાર્જુનના પુત્રોએ બદલો લેવા માટે પરશુરામના પિતાની હત્યા કરી હતી અને ભગવાન પરશુરામની માતાએ પિતાથી અલગ થઈને અંતિમ સંસ્કાર પર સતી કરી હતી. પિતાના શરીર પર 21 ઘા જોઈને, પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે તે આ પૃથ્વી પરથી તમામ ક્ષત્રિય કુળનો સંહાર કરશે. આ પછી તેણે 21 વાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરીને પોતાનું વ્રત પૂરું કર્યું.
બીજી દંત કથા નીચે મુજબ છે:
પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.
ગણેશજી પણ નહોતા બચી શક્યા પરશુરામના ગુસ્સાથી
ભગવાન પરશુરામને વધુ ગુસ્સો આવતો હતો. ખુદ ગણપતિ મહારાજ પણ તેમના ગુસ્સાથી બચી શક્યા નહીં. એકવાર જ્યારે પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પહોંચ્યા તો ગણેશજીએ તેમને મળવા ન દીધા. આનાથી ગુસ્સે થઈને તેણે કુહાડીથી ભગવાન ગણેશનો એક દાંત તોડી નાખ્યો. આ કારણે ભગવાન ગણેશ એકદંત તરીકે ઓળખાયા.