દુનિયાભરમાં પાસપોર્ટમાં માત્ર ચાર પ્રાથમિક રંગો લાલ, વાદળી, લીલા અને કાળા રંગનો ઉપયોગ થાય છે. દરેક દેશ પાસે આમાંથી કોઈ એક કલર સિલેક્ટ કરવાનું પોતાનું કારણ હોય છે.

રેડ પાસપોર્ટ

Passport application get a child passport 929992
આ સૌથી સામાન્ય રંગ છે. લાલ કલરની પાસપોર્ટને મોટાભાગે એવા દેશોએ અપનાવી છે, જેમનો ઈતિહાસ સામ્યવાદી રહ્યો છે અથવા તો હજી પણ ત્યાં સામ્યવાદી સિસ્ટમ છે. સોલ્વેનિયા, ચીન, સર્બિયા, રશિયા, લાત્વિયા, રોમાનિયા, પોલેન્ડ અને જ્યોર્જિયાના નાગરિકો પાસે લાલ રંગની પાસપોર્ટ હોય છે. આ સિવાય ક્રોશિયાને છોડીને યૂરોપીયન યૂનિયનના સભ્ય દેશોના પાસપોર્ટમાં પણ લાલ કલરના શેડ હોય છે. યૂરોપિયન યૂનિયનમાં જોડાવવા ઈચ્છુક દેશો જેમ કે તુર્કી, મખદૂનિયા અને અલ્બાનિયાએ પણ થોડાક વર્ષો પહેલા લાલ કલરની પાસપોર્ટ અપનાવી છે. બોલિવિયા, કોલંબિયા, અક્વૉડર અને પેરુની પાસપોર્ટ પણ લાલ રંગની છે.

બ્લ્યુ પાસપોર્ટ

passport
PASSPORT DEPORTATION

વાદળી રંગ નવા વિશ્વનું પ્રતીક છે? 15 કૈરિબિયાઈ દેશોની પાસપોર્ટનો રંગ બ્લ્યુ હોય છે. દક્ષિણ અમેરિકાના દેશોના પાસપોર્ટનો રંગ મરકૉસુર નામના ટ્રેડ યૂનિયન સાથેના તેમના સંબંધોનું પ્રતીક છે. તેમાં બ્રાઝીલ, આર્જેન્ટિના અને પેરુગ્વે શામેલ છે. આ બ્લોકમાં શામેલ વેનેઝુએલા અપવાદ છે કારણકે ત્યાંની પાસપોર્ટ લાલ રંગની છે.

અરબ અને પાકિસ્તાનની પાસપોર્ટ ગ્રીન કલરની હોય છે. લીલા કલરને પૈગંબર મુહમ્મદનો ફેવરીટ કલર માનવામાં આવે છે. આ સિવાય ગ્રીન કલર પ્રકૃતિ અને જીવનનું પ્રતીક છે. અનેક પશ્ચિમી આફ્રિકન દેશો જેવા કે બુર્કિના ફાસો, નાઈજીરિયા, નાઈજર, આઈવરી કોસ્ટ અને સિનેગલના પાસપોર્ટનો કલર ગ્રીન હોય છે.

ગ્રીન પાસપોર્ટ

7361efdf 2eb4 4468 8a1e
મોટાભાગના મુસ્લિમ દેશો જેમકે મોરક્કો, સઉદી અરબ અને પાકિસ્તાનની પાસપોર્ટ ગ્રીન કલરની હોય છે. લીલા કલરને પૈગંબર મુહમ્મદનો ફેવરીટ કલર માનવામાં આવે છે. આ સિવાય ગ્રીન કલર પ્રકૃતિ અને જીવનનું પ્રતીક છે. અનેક પશ્ચિમી આફ્રિકન દેશો જેવા કે બુર્કિના ફાસો, નાઈજીરિયા, નાઈજર, આઈવરી કોસ્ટ અને સિનેગલના પાસપોર્ટનો કલર ગ્રીન હોય છે.

બ્લેક પાસપોર્ટ

2015 10 08 1444312891 5908186 diplomaticpassport
ઘણાં ઓછા દેશોની પાસપોર્ટ બ્લેક કલરની હોય છે. અમુક આફ્રિકન દેશો જેવા કે બોત્સવાના, ઝામ્બિયા, બુરંડી, ગૈબન, અંગોલા, કૉન્ગો, મલાવી વગેરે જેવા દેશોની પાસપોર્ટ બ્લેક કલરની હોય છે. ન્યુઝીલેન્ડના નાગરિકો પાસે પણ બ્લેક કલરની પાસપોર્ટ હોય છે કારણકે તેમનો તે રાષ્ટ્રીય રંગ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.