ડુંગળી માત્ર રસોડાની રાણી અને સ્વાદની સોડમ પુરતી જ ખુબી ધરાવતી નથી ‘કસ્તુરી’ સ્વરૂપવાન ત્વચા અને કામણગારા વાળની માવજત માટે પણ છે ‘અકસીર’

ભારતીય પાક શાસ્ત્ર અને રસોડાના રણમેદાનમાં એક તરફ રામ અને એક તરફ ગામની જેમ એક હથ્થુ શાસન ધરાવતી ડુંગળી માત્ર ખાવા-ખવડાવવા અને સ્વાદના સોડમ માટે ઉપયોગી નથી. ડુંગળીને કસ્તુરીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. કસ્તુરીનું ઉપનામ ધરાવતી ડુંગળી અનેક ઔષધીય ગુણધર્મ ધરાવતી એવી વનસ્પતિ છે કે જેમાં લાભના ભંડાર પડેલા છે. ડુંગળીના ફાયદાની ત્વારીખમાં ત્વચા અને વાળની માવજતમાં પણ આ ડુંગળી રાણી પોતાનું રાજ ચલાવે છે.

ડુંગળીનો ઉપયોગ માત્ર રાંધવામાં જ થાય છે એવું નથી. ડી.કે.પબ્લિકેશન દ્વારા તાજેતરમાં જ હીલીંગ ફૂડ નામનૂં પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું તેમાં ડુંગળી પુરાણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ડુંગળીના અનેક ફાયદાઓ એવા છે કે જે કલ્પનાથી પણ રોચક છે.

ત્વચા માટે ડુંગળીનો ઉપયોગ

૧. ડુંગળીને વિટામીનનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. તેમાંથી ખનીજ તત્ત્વો, એન્ટી ઓક્સિડન્ટ અને વિટામીન એ-સી-ઈ મળે છે જે ત્વચાની જાળવણી માટે ‘અકસીર’ પુરવાર થાય છે. આ સાથે સાથે ડુંગળીમાંથી મળતા વિટામીન અલ્ટ્રાવાયોલેટ કિરણોમાંથી માનવ જાતને રકસીત કરે છે.

૨. ડુંગળીમાંથી પ્રાપ્ય એન્ટી ઓકસીડન્સ શરીરમાંથી ઝેરી પદાર્થો અને ખાસ કરીને રક્ત સુદ્ધી માટે અકસીર છે. તે ત્વચાના કોષોને સાફ કરે છે અને કોઈપણ પ્રકારની ત્વચાના રોગોને વિકસીત થવા દેતા નથી.

૩. ડુંગળીમાંથી ક્વેરેસીટીન, સલ્ફર જેવા તત્ત્વો મળતા હોવાથી કોષોનો ઘસારો દૂર થાય છે, શરીરની ચામડી પર પડતા ડાઘા, ઘસરકા દૂર કરે અને ચામડી રૂપાળી  રાખે છે.

૪. શાકભાજીમાંથી એન્ટી બેકટેરીયલ, એન્ટી સેપ્ટીક મળતા હોવાથી ડુંગળીનું સેવન ત્વચાને ચમકદાર રાખે છે.

૫. ડુંગળીમાંથી મળતી વિટામીન સી ચામડીને પોષક તત્ત્વો પુરા પાડી તેને ચમકદાર અને નુરાની રાખે છે.

૬. ડુંગળી માત્ર તમારી ત્વચા જ નહીં હોઠને પણ રૂપાડા રાખે છે, હોંઠ અને ચામડી પર નિયમીત પણે ડુંગળીનો લેપ લગાવવામાં આવે તો તે ચામડીના મૃત કોષોને દૂર કરે છે. ચામડી સુવાળી રાખે છે અને ડુંગળીનો રસ હોઠ પર લગાવવાથી હોઠ રૂપાડા અને નરમ રહે છે.

૭. ડુંગળીનું સેવન લાંબાગાળે શરીરની ચામડી રૂપરંગ ને તરોતાજા રાખે છે.

૮. લીંબુ અને ડુંગળીનું દ્રાવણ શરીરની ચામડી પરના ઉંડા ઘાવ, ખીલ જેવા ડાઘ, ફોડકી અને મસાના ડાઘ દૂર કરે છે અને શરીરની ત્વચાને લાંબાગાળા સુધી રૂપાળી રાખે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.