માર્કેટ માં હાલમાં ધૂમ મચાવી રહેલી ઓલા S1 પ્રોએ પોતાના ઈ વ્હીકલમાં શાનદાર ફીચર્સ એડ કર્યા છે જે તમને કોઈ બીજા સામાન્ય વાહનમાં જોવા નહિ મળે . એક બજેટફ્રેન્ડલી
કિંમત માં એવા ફીચર્સ જે કદાચ એનાથી પણ મોંઘુ વ્હીકલ આપી શકતું નથી.
હવે તમે પણ જો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગતા હોય તો એમાં ઘણા બધા વાહનોની સ્પર્ધા ચાલી રહી છે. પણ આ બધી જ ઇલેક્ટ્રિક વાહનોની કંપની વચે ઓલા S1 પ્રો માર્કેટમાં રાજા બનીને બેઠો છે . અને લોકોને પોતાના વાહનોના ફીચર્સ દ્વારા આકર્ષિત કર્યા છે. તેના લૂકસ ,ફીચર્સ ,રેન્જ અને તેની વિશ્વસનીયતાએ લોકોને ઘેલું લગાડ્યું છે. ચાલો આપણે જાણીએ શું છે આ ઓલા S1 પ્રો અને આ વાહનમાં એવું સુ છે જે બીજા કોઈ વાહનમાં જોવા નથી મળતું ??
ઓલા S1 પ્રો
માર્કેટમાં લોકોના મનમાં રાજ કરનારી આ ઇલેક્ટ્રિક સ્કુટર તેના ફ્યુચરીસટીક ડીઝાઇન અને તેના અભેદનીય સ્પેસીફીકેશન સાથે લોકોને તેની તરફ આકર્ષી રહ્યું છે. ચાલો આપણે પણ જાણીએ શા માટે ઓલા S1 પ્રો બની લોકો ની પહેલી પસંદ !!??
ઓલા S1 પ્રો STD એક પાવરફુલ ઇલેક્ટ્રિક મશીન છે. ઓલા માં 8500w ની પાવર મોટર જોવા મળે છે જે 4kWhની બેટરી કેપેસીટી સાથે આપણને મળે છે. જેને સંપૂર્ણ ચાર્જ કરતા 6 કલાક અને ૩૦મિનિટ જેટલો સમય થાય છે. જેની રેન્જ 170km/ચાર્જ (ઇકો મોડ) માં આપે છે જે પ્રશંસનીય છે.ઓલાની ટોપ સ્પીડ 117KMની આસપાસ છે. બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેકમાં જોવા મળે છે . આ તો વાત થઇ ખાલી તેની પ્રાથમિક ક્ષમતાની, હવે તમને જણાવવામાં આવશે ઓલાના એવા શાનદાર ફીચર્સ ની જે તમને આને ખરીદવા મજબૂર કરી દેશે.
ઓલા S1 પ્રોમાં આપણને મળે છે એક ડીજીટલ ઇન્સટ્રુમેન્ટ જે એક HD ડિસ્પ્લે સાથે જોવા મળે છે . તેમાં ચાવીની જરૂર પડતી નથી તે તમારા ફોન થી જ અનલોક થઇ જાય છે . અને તેને પાસવર્ડ દ્વારા પણ ચાલુ કરી શકાય છે તેમાં દરેક લાઈટમાં એલઈડી લાઈટનો વપરાશ થાય છે. તેમાં બ્લુટૂથસ્પીકર , મેપ્સ , વેધર , કોલિંગ , મ્યુઝીક ,સ્ટેન્ડએલર્ટ , પાર્ટીમોડ , સ્પીડમોડસ , સિક્યુરીટીએલર્ટ , એન્ટી થેફ્ટ સિસ્ટમ , ફાસ્ટચાર્જીંગ , SMSએલર્ટ અને બીજા અઢળક અવનવા ફીચર્સ આપે છે જે એક સાધારણ વાહનચાલકે કદી વિચાર્યું પણ ન હોય . આ વાહનનો એક ફીચર એ પણ છે કે જેમાં સ્પીકર દ્વારા વાહનનો અવાજ કાઢવામાં આવે છે જેને તમે તમારા મોબાઈલ દ્વારા કન્ટ્રોલ કરી શકો છો અને બદલી પણ શકો છો ઓલા S1 પ્રોમાં તમને રીવર્સ એક્સીલરેશનનો ફીચર પણ છે જે પેટ્રોલ વાળા એક પણ વાહનમાં જોવા મળશે નહિ.
આ વાહન એક સ્માર્ટ ફ્યુચરીસ્ટીક મશીન છે . બસ એટલું જ નહિ ઓલા S1 પ્રો 11 જેટલી કલર ચોઈસ સાથે ઉપલબ્ધ છે . જેથી તમને પસંદગી કરવા માટે વિશાળ રેન્જ મળે છે . જેની કિંમત 1,40,000/- એક્સ શોરૂમ છે .તો શું કયો છો ગમ્યા કે નઈ આના ફીચર્સ ?? આ માહિતી તમને ગમી હોય તો અમને કોમેંટમાં જણાવો અને આવા જ વધુ સમાચાર માટે અબતકને દરેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ફોલો કરો .