જ્યારે શોપિંગની વાત આવે છે ત્યારે એમત સૌથી આગળ સ્ત્રીઓ હોય છે અને સૌથી છેલ્લે પુરુષો હોય છે.શોપિંગ કરવી એ પુરુષ સૌથી મોટો કાંતડા જનક વિષય બનીને રહે છે. જ્યારે પણ શોપિંગ ની વાત આવે છે ત્યારે પુરુષના ફેસ અને જવાબમાં ના જ હોય છે. પછી ભલે તે ગમે તે શોપિંગ હોય.
સ્ત્રીઓ માટે ભલે શોપિંગ સ્ટ્રેસ-બસ્ટર હોય, પરંતુ પુરુષો માટે એ માથાના દુખાવા સમાન છે. પુરુષોને શોપિંગ કરવા માટે સ્ટોર સુધી લઈ જવા એ ખૂબ જ મહેનત માગી લેતું કામ છે. બીજી બાજુ પુરુષોએ પણ માની લીધું છે કે તેમની પાર્ટનર સાથે તેમને શોપિંગ માટે ફરતા રહેવું પડે એ સૌથી વધુ કંટાળાનું કામ છે અને સરમજનક કામ છે. આમ પુરુષો ફક્ત ૨૬ મિનિટના સમયમાં જ શોપિંગી કંટાળી જાય છે.
જો કે સ્ત્રીઓને પણ શોપિંગી કંટાળો તો આવે જ છે, પરંતુ એ બે કલાક કે એનાથી વધુ સમય પછી અને એ પણ જ્યારે તેમને ખરીદવા માટે કંઈ સારું ન મળે તો. પરંતુ જ્યારે પુરુષો પોતાની પાર્ટનર સાથે શોપિંગ કરવા જાય છે ત્યારે એને એટલો બધો કંટાળો આવે છે કે તેઓ એ અવોઇડ કરવાની પૂરી કોશિશ કરે છે.
શોપિંગ પર ગયા બાદ કંટાળનારા પુરુષોની સંખ્યા પણ ખૂબ મોટી છે. કેટલાક પુરુષો તો જો એક દુકાનમાં વધુ વાર લાગે તો પોતાની પાર્ટનરને ત્યાં જ મૂકીને પોતે ઘરે પાછા આવી જાય છે. પુરુષોને શોપિંગની બાબતમાં સૌથી વધુ ચીડ ત્યારે આવે છે જ્યારે આખો મોલ ફર્યા બાદ ફરીથી પહેલી દુકાનમાંથી આવીને સૌથી પહેલી ચીજ જે જોઈ હોય એ જ ખરીદવામાં આવે.
માટે શોપિંગ માટે સાથે જવું પડે ત્યારે કેટલાક પુરુષો બીજી દુકાનમાં જઈને સમય ગાળે છે, જ્યારે કેટલાક પુરુષો દુકાનની બહાર જ ઊભા રહેવાનું પસંદ કરે છે.