• ભારતમાં વિકાસ ,સામાજિક સલામતી અને ભાવિ પેઢી માટે રીયલ એસ્ટેટમાં રોકાણ તરફનું આકર્ષણ એનઆરઆઈ ને વતનમાં એક મકાન વસાવા માટે આકર્ષે છે

માતૃભૂમિ પ્રત્યે લગાવ અને દેશ પ્રેમની સાથે સાથે મૂળભૂત સંસ્કૃતિ ને જીવનભર જાળવી રાખવામાં ભારતીય સૌથી વધુ લાગણીશીલ માનવામાં આવે છે દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ સ્થિતિમાં રહેતા મૂળ ભારતીયોને હંમેશા મનમાં વતનમાં ફરીથી આવી વસવાની ઈચ્છા હંમેશા રહેતી હોય છે ,આ જ કારણે બિન નિવાસી ભારતીયો વતનમાં મકાન લેવું પસંદ કરે છે જીવનભર કમાઈ ને જીવનના સંધ્યા કાળે વૃદ્ધાવસ્થામાં પરિવારજનો મિત્રો અને પોતાના સમાજ વચ્ચે પોતાના વતન ભારતમાં જ રહેવાના વલણથી છેલ્લા એક દાયકામાં એનઆરઆઈ દ્વારા ભારતના વિવિધ શહેરોમાં પ્રાઇમ પ્રોપર્ટી ની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે

. એન આર આઈ માટે મિલકત ખરીદી માટે ક્ધસલ્ટન્ટ સી ની સેવા આપતા એક જાણીતા બિલ્ડરે જણાવ્યું હતું કે પોતાના કુલ ટર્ન ઓવર માં ચોથા ભાગના ફ્લેટ બિન નિવાસી ભારતીયો દ્વારા ખરીદવામાં આવે છે,

ભારતની વિકાસ ગાથા ની સાથે સાથે વતન પાછા આવવાની અને વૃદ્ધા અવસ્થામાં અહીં જ સ્થાયી થવાની ઈચ્છાથી બીન નિવાસી ભારતીયો ની ભારતના વિવિધ શહેરોમાં મોટા સારા એપાર્ટમેન્ટમાં ફ્લેટ અને સારી પ્રાઇમ મિલકતો ખરીદવાનું વધ્યું ચલણ વધ્યું છે

ગોરેગાવ નજીક એક પ્રોજેક્ટમાં 7.5 કરોડથી કિંમત શરૂ થતી હોય તેવા 1100 લક્ઝરી એપાર્ટમેન્ટ ના પ્રોજેક્ટમાં ત્રણ દિવસમાં 250 થી વધુ ફ્લેટ બિન નિવાસી ભારતીયો ના નામે ખરીદવામાં આવ્યા હત

બિન નિવાસી ભારતીય હંમેશાં ભારતમાં ભાવનાત્મક રીતે રોકાણ કરે છે તેમાં પણ કોરોના પછી તો ગોરેગાંવ થી બેંગ્લોર હૈદરાબાદ થી કોલકાતા અને મુંબઈથી નોઈડા સુધીની રીયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં વધુમાં વધુ પરદેશી ભારતીય મિલકતો ખરીદી રહ્યા છે

વતન પ્રત્યેના લગામની સાથે સાથે ભારતમાં હવે વિદેશથી પણ સવાયું અંતર માળખા કે સુવિધા સહિતનો વિકાસ ભૌતિક સુવિધાની સાથે સાથે રાજકીય વ્યવસ્થા ના કારણે શાંતિ પ્રિય લોકો હવે ભારત તરફ વળી રહ્યા એન આર આઈ દ્વારા ભારતમાં મિલકતો ખરીદવા પાછળ ના કારણોમાં વૃદ્ધાવસ્થામાં વતનમાં સ્થાયી થવાની સાથે સાથે અહીં વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉભી થઇ રહી છે અને સામાજિક જીવન પણ શાંતિમય હોવાથી લોકો મિલકતની સાથે સાથે બાળકો માટે સારા રોકાણના મૂળમાં પણ રૂપમાં પણ ભારતમાં મિલકતો ખરીદી રહ્યા છે વૈશ્વિક શેરબજાર માં અસ્થિરતા વચ્ચે ભારતમાં રિયલ એસ્ટેટ એક સ્થિર એસેટ ક્લાસ સાબિત થઈ રહી છે .

એટલે એન આર આઈ સારા રોકાણને ભવિષ્યમાં સારા વળતર ના રૂપમાં પણ ભારતમાં મિલકતો ખરીદી રહ્યા છેગયા વર્ષે વિશ્વ ભરના અલગ અલગ દેશોમાં વસેલા સાડા  ત્રણ કરોડથી વધુ એનઆરઆઇએ 107 બિલિયન ડોલર ભારતમાં મોકલ્યા હતા ભાર્ગવ કોરોનાના રોગચારા દરમિયાન 83 બિલિયન ડોલર જેટલી મૂડી ભારતમાં ઠાલવવામાં આવી હતી જેમાં મોટાભાગનું રોકાણ રિયલ

બીઝ ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ ના સીઈઓ અમિત ગોયલે જણાવ્યું હતું કે: વૈશ્વિક રોગચાળા પછી મોટા મોટા પ્રોજેક્ટમાં એન.આર.આઈ ના  એકમો ના વેચાણમાં મોટાપાયે વધારો થયો છે હજુ નવા નવા પ્રોજેક્ટ ના વેચાણમાં એન.આર.આઈ વર્ગનો 15% થી વધુ હિસ્સો તો હોય જ છે ભારતમાં સારી ગુણવત્તાની મિલકતો ખરીદવામાં લોકોને વધુ રસ ઊભો થયો છે ઘણા લોકો વડીલોપાર્જીત સારી સુવિધા વાળી લોકાલિટી વાળી મિલકતો ખરીદતા થયા છે .

પ્રીમિયમ મિલકતો ની માંગ વધુ છે ડીએલએફ હોમ ડેવલ પર લિમિટેડના એમડી અને ચીફ બિઝનેસ ઓફિસર આકાશ જણાવ્યું હતું કે એન આર આઈ વર્ગ ભારતમાં પ્રાઇમ પ્રોપર્ટી ખરીદવામાં વધુ રસ દાખવે છે બેંગ્લોર જેવા મોટા શહેરોમાં સાત કરોડ થી 11 કરોડ વચ્ચેની કિંમતની 130 વિલાનો પ્રોજેક્ટ માં મોટાભાગે બિન નિવાસી ભારતીયો એ મિલકતો ખરીદી છે અમેરિકામાં રહેતા આંધ્રપ્રદેશના ટેકીઓએ હૈદરાબાદમાં મિલકત ખરીદવામાં વધારે રસ દાખવે છે વર્ષો પહેલાં વિદેશમાં થયેલા લોકો ફરીથી ભારત તરફ વળ્યા છે હૈદરાબાદના આસામીઓ ત્રણ કરોડ થી પાંચ કરોડ સુધીના લક્ઝરી ફ્લેટ વધુ પ્રમાણમાં ખરીદી રહ્યા છે બીજી તરફ ભારતમાં મિલકતો વસાવવાનું વધુ સરળ હોવાથી પણ બિન નિવાસી ભારતીય વતન તરફ વળ્યા છે ઘરની માલિકી ની ખરીદી માટે ઇન્કમટેક્સમાં છૂટછાદ સ્ટેપ ડ્યુટીમાં ઘટાડો હોમ લોન મંજૂરીઓમાં સરળતા જેવી સાનુકૂળતા ના કારણે પણ ભારતમાં બિન નિવાસી લોકો મિલકતો ખરીદી રહ્યા છે અત્યારે વૈશ્વિક સ્તરે જોવા જઈએ તો આંતરિક ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં લોકો ભારતમાં સલામત રોકાણને વતનમાં પુન આવવાની ઈચ્છા ના કારણે એના રાય વેચાણમાં સાતથી 9 ટકાનો વધારો જોવા મળ્યો છે નામ ન આપવાની શરતે અમેરિકાની યુરોપના એન.આર.આઈ જૂથના આગેવાની જણાવ્યું હતું કે અમેરિકામાં નેશનલ હેલ્થ સર્વિસ ની સ્થિતિ સારી નથી ભારતમાં હવે આરોગ્યની સવલત ખૂબ જ સારી છે વળી મંદી અને વ્યવસાયિક પડકાર વચ્ચે પણ ભારતમાં આરોગ્ય અને સામાજિક સ્થિતિ વિશ્વના તમામ દેશો કરતા સારી હોવાથી અમને ભારતમાં એક મકાન હોય તેવી ઈચ્છા કાયમ રહે છે અને આ કારણે જ ભારતમાં એનઆરઆઈ પરિવાર દ્વારા મિલકતો વસાવવામાં આવી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.