તાજેતરમાં લેવાયેલી નેટના માળખાથી પરીક્ષાર્થીઓ અસંતુષ્ટ
હાલના સમયનું એજયુકેશન માળખું ખૂબ જ જટીલ અને ખરાબ કહી શકાય તેમ બન્યું છે. જેમાં વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન ઘણુ ઓછું અપાય છે અને શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી કરાવાય છે. જે ભારત દેશનું ભવિષ્ય જોખમમાં મુકી શકે છે. શિક્ષણ પઘ્ધતિની સાથે પરિક્ષા પઘ્ધતિની પણ કંઈક આવી જ હાલત છે. ત્યારે હાલ નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (નેટ)નો મુદો ચર્ચામાં છે. સીબીએસઈ બોર્ડ દ્વારા તાજેતરમાં જ નેટ લેવાઈ હતી. આ નેટ પરિક્ષાનું માળખું જોઈને લાગે છે કે તેમાં ફેરવિચારણા થવી જોઈએ.
નેટ પરીક્ષામાં કોઈપણ વિષયમાં તમારી રૂચી અને જ્ઞાન તેમજ તમારી ક્ષમતા ચકાસાતી નથી. પરંતુ આ પ્રકારની પરીક્ષાઓ માત્ર યાદશકિતને આધારે લેવાતી હોય તેમ જણાય છે. જોકે, કોઈ પણ બાબત કે ઘટના વિશે વધુ માહિતગાર થવા યાદશકિત પણ જરૂરી છે. જે જે ટીચર્સ, સ્ટુડન્ટસ અને અન્યોએ નેટની પરીક્ષા આપી છે. તેઓ યુજીસી નેટના માળખાથી જરૂર અસંતુષ્ય છે. તેમાં પણ મોટી દલીલ એ છે કે નેટ પરીક્ષામાં માત્ર ઓબજેકિટ પ્રશ્ર્નો જ છે.
વર્ષ ૨૦૧૨માં જૂન માસમાં લેવાયેલી આ પરીક્ષામાં સબજેકટીવ પેપર લેવાતા હતા પરંતુ ત્યારબાદ પરીક્ષા માળખુ બદલાઈને માત્ર ઓબજેકિટવ થઈ ગયું છે. નેટ પરીક્ષાના માળખા વિશે વિગતવાર વાત કરીએ તો, આ પરીક્ષામાં ત્રણ પેપર હોય છે. જેમાં પ્રથમ જનરલ એપ્ટીટયુડ બીજુ અને ત્રીજુ ઈંગ્લીશ સહિતના વિષયોના આધારે પેપરો હોય છે. જેમાં જનરલ એપ્ટીટયુડના પેપર પરથી પરીક્ષા આપનાર ઉમેદવારની ટેકનીક, ક્ષમતા વગેરે વિશે માહિતી મેળવી શકાય છે. જેમાં રીઝર્નીંગ, રીસર્ચ એપ્ટીટયુન, લોઝીકલ રીઝર્નીંગ, રીડીંગ કોમ્પ્રીહેન્શન, કોમ્યુનિકેશન, ડેટા ઈન્ટપ્રેશન, પીપલ એન્ડ એન્વાયરોમેન્ટ વગેરેનો સમાવેશ છે.
આ સમગ્ર માળખું માત્ર ઓબજેકિટવ છે. જેથી પરીક્ષાર્થીની સંપૂર્ણ ક્ષમતા વગેરે નકકી કરી શકાતું નથી.