ભારતીય નૌકાદળ દર વર્ષે 4 ડિસેમ્બરનો દિવસ ‘નેવી ડે’ તરીકે ઉજવે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધ દરમિયાન 4 ડીસેમ્બરે ઈન્ડિયન નેવીના ત્રણ જહાજોએ પાકિસ્તાનના કરાંચી બંદર પર હુમલો કર્યો હતો. ચોક્કસ રણનીતિથી કરાયેલા હુમલામાં પાકિસ્તાનના કરાંચી બંદરને વેરાન કરી દેવાયું હતું. ઈન્ડિનય નેવીના મતે આ સફળ હુમલાથી લડાઈમાં નવોજ વળાંક આવ્યો હતો. ઈન્ડિયન નેવીના ઈતિહાસમાં આ હુમલાનું વિશેષ મહત્વ છે. નેવી દ્રારા દર વર્ષે ચોથી ડીસેમ્બરે દેશભરમાં નેવી ડે તરીકે ઉજવણી કરે છે.

missile boatsઆ ઓપરેશન ત્રિશુળ નામ આપી ઇન્ડીયન નેવીએ પૂર્વ પાકિસ્તાનના કરાંચી બંદર પર તબાહી મચાવી હતી. નેવીના ત્રણ યુદ્ધ જહાજોએ કરાચી એર બેજ, યુદ્ધ જહાજ,પેટ્રોલ પમ્પસ, અને મહત્વના રસ્તાઓને મિસાઈલ એટેકથી ઉડાવી દઈ પાકિસ્તાન સેનાની કમ્મર તોડી નાખી હતી. પરિણામે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવા મજબુર બનવું પડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.