આજે અરુણાચલપ્રદેશની રાજધાની ઇટાનગરના IG પાર્ક પહોંચ્યા છે. અહીંયા તેમણે જનસભાને સંબોધિત કરી. મોદીએ કહ્યું, “જે અરૂણાચલમાંથી પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહીંયા વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે આખો દેશ જોશે.” મોદી ઇટાનગરમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટર સહિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને પણ સંબોધશે.

ઇટાનગરમાં મોદીએ શું કહ્યું?

– મોદીએ કહ્યું, “મોટાભાગના મહત્વના ડિપાર્ટમેન્ટ્સ નવા સેક્રેટરિએટમાં બેઝ્ડ છે. તેનાથી દૂરના ગામોમાંથી આવતા લોકોને સરળતા રહે છે કારણકે તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જરૂર નથી રહેતી. બધું જ ફક્ત એક જ જગ્યાએ કરવામાં આવ્યું છે. કો-ઓર્ડિનેશન અને કન્વિનિયન્સ વધારવામાં આવ્યું છે.”

– “હું વ્યક્તિગત રીતે લોકોને કહેવાનો છું કે અરૂણાચલ પ્રદેશ જાઓ અને તમારી મહત્વની મીટિંગ્સ ત્યાંના કન્વેન્શન સેન્ટરમાં કરો.”
– “મીટિંગો શા માટે દેશની રાજધાની દિલ્હીમાં જ થવી જોઇએ? આપણે દરેક રાજ્યમાં જવું જોઇએ અને એટલા માટે જ નોર્થઇસ્ટર્ન કાઉન્સિલની મીટિંગ માટે હું શિલોંગ આવ્યો હતો. કૃષિક્ષેત્રની મહત્વની મીટિંગ સિક્કિમમાં આયોજિત કરવામાં આવી હતી.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.