ગોંડલના કલાકારની મુખ્યમંત્રીને રજૂઆત
લોકોને મનોરંજન પૂરું પાડતા કલાકારોને જીવન નિર્વાહ ચલાવવો બન્યો મુશ્કેલ
ગોંડલના કલાકાર અને સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ગાયક રાજુભાઈ સોનીએ કોરોનાના કારણે જીવન નિર્વાહ ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાની જાણ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
વૈશ્ર્વિક મહામારી કોરોનાએ કંઇક જીંદગીઓનું ભુગોળ બદલી નાખ્યો છે. કારણ કે, કોરોનાનાં કારણે જીવનશૈલીમાં તો અનેક બદલાવ આવ્યાં સાથોસાથ જીંદગીની રફતારનાં મોડ પણ બદલ્યાં છે. છેલ્લા સાત આઠ મહીનાથી બેકાર બનેલાં અને હવે જીવન નિર્વાહ ચલાવવાં રેડીમેઈડ કપડાં અને નોવેલ્ટીનો ઘરે ધંધો શરું કરનાર માત્ર ગોંડલ જ નહીં સૌરાષ્ટ્ર ગુજરાત નાં જાણીતાં ગાયક રાજુભાઈ સોનીએ કલાકારો માટે રાહત પેકેજ આપવાં મુખ્યમંત્રી રુપાણીને પત્ર લખી દર્દભરી અપીલ કરી છે.
રાજુભાઈ સોનીએ રજુઆતમાં જણાવ્યું કે,ગીત સંગીતનાં પ્રોગ્રામો દ્વારા પરીવાર નો નિર્વાહ થઇ રહ્યો હતો.પોગ્રામો થકી જ એક દિકરીનાં લગ્ન કર્યા,મકાન લીધું પણ કોરોનાને કારણે બધું ઠપ્પ થઇ જતાં જીવન નિર્વાહ કેમ ચલાવવો એ સવાલ ઉભો થયો છે.લોન પર લીધેલાં મકાનનાં હપ્તા પણ ચડી ગયાં છે. મારાં જેવાં સ્ટેજનાં અનેક કલાકારો ઉપરાંત સાઉન્ડ,લાઇટ મંડપ ડેકોરેશન જેવાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોની હાલત બદતર છે. કોરોનાને કારણે આ બધાંની જીંદગી દોખજ બનવાં પામી છે.ત્યાંરે રાજ્ય સરકાર દ્વારા મદદ મળે તેવું જણાવ્યું છે. દેશ વિદેશ માં ઓરકેસ્ટ્રા સાથે ઘુમ મચાવી ગોંડલનું નામ રોશન કરનાર રાજુભાઈ સોની એ સજ્જડ આંખોએ જણાવ્યું કે છેલ્લા આઠ મહીનાથી એક પણ પ્રોગ્રામ નથી કર્યો. ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.બેન્ક લોનનાં હપ્તા ચડતાં જાય છે.હજુ એક દિકરી દિકરાનાં લગ્ન બાકી છે. શું થશે એ ચિંતામાં અડધી રાત્રે ઉંઘ ઉડી જાય છે. રાજુભાઈ સોની એ ઘરે જ નોવેલ્ટી અને ગારમેન્ટનો ઘરરખુ ધંધો શરું કર્યો છે. શું કરવું? જેવા અનેક સવાલો રજૂ કરતા અપીલ કરી છે.