કોરોના કેસ વધવામાં સ્કૂલ સહેજ પણ કારણભૂત નથી
કોરોનાના જે કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા અનેક નીતિ નિયમો અમલી બનાવાયા છે એટલું જ નહીં સરકારે શાળાઓને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે શાળાઓ બંધ થાય તેનાથી કોરોના ને કંઈ લાગતું વળગતું નથી. એવો એક પણ અભ્યાસ સામે આવ્યો નથી જેમાં એ વાતની સ્પષ્ટતા થતી હોય કે શાળાઓ ખુલતાની સાથે જ કોરોના કેસોમાં વધારો આવ્યો છે. વર્લ્ડ બેંકના એજ્યુકેશન ડાયરેક્ટરે એ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે કોરોના કેસો ની સામે શાળાઓને બંધ કરવી એ નિર્ણય સહેજ પણ યોગ્ય નથી.
તાજેતરના નીતિનિયમો બહાર પાડવામાં આવ્યા છે કે બાળકો રસી લિયે ત્યારબાદ જ તેઓને શાળામાં પ્રવેશ અપાશે તે વાતને પણ કોઈ જ સંબંધ રહેતો નથી . એટલે આ સ્થિતિને બદલાવવા માટે સરકારે ખરા અર્થમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. એ સરકારે શાળા બંધનો નિર્ણય ત્યારે જ લેવો જોઈએ કે જ્યારે કોરોના ખરા અર્થમાં બેકાબૂ થઈ ગયો હોય અને લોકો માટે અત્યંત ઘાતક સાબિત થતો હોય. સરકારના જે નિયમો છે કે રેસ્ટોરન્ટ, બાર અને શોપિંગમોલ ખુલ્લા રહેવા જોઈએ અને શાળાઓ બંધ રહેવી જોઈએ તે વાતમાં સહેજ પણ તથ્ય જોવા મળતું નથી.
એ વાત ઉપર ધ્યાન મૂકવું ખૂબ જ જરૂરી છે કે જે સ્થળો સરકારે ખુલ્લા રાખ્યા છે ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાની ભીતી સૌથી વધુ રહે છે. પરંતુ સરકારે તે ગંભીરતા લીધા વગર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે તે બદલવો ખૂબ જ જરૂરી છે આનાથી બાળકોના શિક્ષણ પર અને તેના માનસપટ ઉપર ગંભીર અસર પડશે. ઘણા એવા દેશો છે કે જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે પણ કોરોના ના કેસો સતત વધતા રહેતા હતા જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે શાળાઓ બંધ કરવા અને કોરોના કેસો ને કોઈપણ સમાનતા નથી.