23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે.આથી યુનેસ્કો દ્વારા ૧૯૨૫ થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે.સાથોસાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઊજવાય છે. શેક્સપિયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી.
યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.
ટીવી.,કમ્પ્યૂટર, ડીવીડી તેમજ ઇન્ટર જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃત્તિ ઘટી ગઈ છે. એમ છતાં પુસ્તકોની અગત્યતા ઓછી નથી થઇ. આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં રહે છે. જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાં સચવાયો હતો
સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે.ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.