Abtak Media Google News

બુધવારને ગણપતિ બપ્પાનો દિવસ કહેવામા આવે છે. આવા સમયમાં ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે દર બુધવારે આ ઉપાય કરવાથી તમારા બધા દુખો દૂર થઈ જાય છે

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે. પણ તે પહેલા 4 સપ્ટેમ્બર એટલે કે બુધવારે ગણેશજીના આશીર્વાદ મેળવવાનો આ શુભ સંયોગ છે. ખાસ વાત તો એ છે કે આ દિવસે બુધની રાશિ પરિવર્તન થઈ રહી છે એટલે કે સિંહ રાશિમાં સંક્રમણ (બુધ ગોચર) થઈ રહ્યું છે.

Ganpati Bappa

હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવે છે. બુધવાર બુદ્ધિ પ્રાપ્તિનો દિવસ છે. સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી કરવી જોઈએ. જેને શુભ માનવામાં આવે છે.

ભગવાન ગણેશજીને બુધ ગ્રહના શાસક દેવતા પણ માનવામાં આવે છે. તેથી બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનાથી કુંડળીમાં બુધની સ્થિતિ પણ મજબૂત બને છે. પુરાણોમાં એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા શનિના દુષ્ટ પ્રભાવને દૂર કરવામાં અને શત્રુઓથી સુરક્ષા મેળવવામાં પણ ફાયદાકારક છે. એટલા માટે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે.

ભગવાન ગણેશની પૂજા બુધવારના દિવસે કેમ કરવામાં આવે છે?

Ganpati Bappa

જ્યારે માતા પાર્વતીએ ભગવાન ગણેશની રચના કરી ત્યારે તે દિવસ બુધવારનો હતો. તે સમયે ભગવાન બુધ પણ કૈલાસ પર્વત પર બિરાજમાન હતા. તેથી બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ બન્યો છે.

બીજી માન્યતા એ પણ છે કે જ્યારે ભગવાન શિવ ત્રિપુરાસુરને મારવામાં નિષ્ફળ ગયા. ત્યારે તેમની હારનું કારણ એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના જ યુદ્ધ શરૂ કર્યું હતું. ત્યારબાદ ભગવાન ગણેશની વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને તેમને લાડુ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પછી જ્યારે યુદ્ધ થયું ત્યારે ત્રિપુરાસુરનો પરાજય થયો. આ જ કારણ છે કે દરેક કામ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જેથી કામમાં કોઈ અડચણ ન પણ આવતી નથી.

આ ઉપાયોથી તમારા જીવનમાં બગડેલું કામ પૂર્ણ થાય છે

Ganpati Bappa

  • બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
  • આ દિવસે મંદિરમાં જઈને અથવા ઘરમાં ગણપતિ સ્થાપિત કર્યા પછી તેને સિંદૂર ચઢાવો અને મોદક પણ ચઢાવો.
  • બુધવારના દિવસે 11 વાર ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી દરેક વ્યક્તિના પરિવારમાં સુખ-શાંતિ આવે છે.
  • આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે સિંદૂરનું તિલક લગાવવાથી નોકરી અને વ્યવસાયમાં પણ સફળતા મળી શકે છે.
  • કાર્યક્ષેત્રમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
  • બુધવારે ભગવાન ગણેશને ઘી અને ગોળ અર્પણ કરો અને ગાયને ખવડાવો. આમ કરવાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
  • ભગવાન ગણેશજીમાં આશીર્વાદ મેળવવા માટે બુધવારે તેમને 21 દુર્વા ચઢાવો.
  • આ દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનું સૌભાગ્ય વધે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.