આજે શાળા-છાત્રો-શિક્ષકો બધા જ આખુ વર્ષ મહેનત કરે છે,પણ સફળતા મળતી નથી: દેશમાં આઝાદી બાદ 1968, 1986 બાદ 2020માં શિક્ષણ પધ્ધતી બદલાય પણ હજી લોકો પહેલા ભણતરને શ્રેષ્ઠ ગણે છે
માસ્તર, શિક્ષક બાદ ટીચર અને સર આવ્યા છતા ભણતરમાં ‘ગણતર’નથી આવ્યું: આજે સરકારી શાળા સામે ખાનગી શિક્ષણનો વ્યાપ વધ્યો છે: કોઈપણ દેશનો વિકાસ તેના શિક્ષણ પરથી આંકી શકાય છે: આ સત્ર જુન 2023થી અર્લી ચાઈલ્ડ એજયુકેશન સિસ્ટમ પ્રથમવાર કાર્યરત થતા સારા પરિણામ મળવાની આશા છે
આજની ભણતરની સિસ્ટમમાં ઘણી તૃટીઓ જોવા મળે છે ત્યારે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષણ પધ્ધતિ કેમ સફળ થતી નથી તે પ્રશ્ર્ન ચિંતન અને ચિંતાનો વિષય બન્યો છે. શિક્ષકો-છાત્રો-શાળા વિગેરે આખુ વર્ષ મહેનત કરે છે, પણ ધાર્યા પરિણામ કે સફળતા મળી નથી. ત્યારે પ્રવર્તમાન શિક્ષણ પધ્ધતિ ઉણી ઉતરી છે. તેમ કહી શકાય. પહેલાના ભણતરમાં ગણતર હોવાથી આજે પણ તેને સૌ શ્રેષ્ઠ ગણે છે. પહેલાની શાળામાં ભૌતિક સુવિધા ન હોવા છતાં તે શાળામાંથી છાત્રોને બધુ જ શીખવા મળી જતું હતુ આજે અધતન ભૌતિક સુવિધા વચ્ચે પણ 100 ટકા સિધ્ધી હાસલ કરી શકાતી નથી આઝાદી બાદ 1968, 1986 ને હવે 2020માં શિક્ષણ નીતિમાં બદલાવ કયો હર્તો ને આ જુન 2023થી તેનોઅમલ થઈ જવાનો છે.
પહેલા માસ્તર, બાદમાં શિક્ષકને હવે ટીચર, સર કેે મેડમ જેવા ગુરૂના ઉદબોધન બદલાયા પણ સમગ્ર વર્ગ ખંડના છાત્રોની આખી વરસની મહેનત રંગ લાવતી નથી. આજના યુગમાં સરકારી શશળા કરતાં ખાનગી શાળાનો વ્યાપ વધ્યો છે. છતા ગુણવત્તા સભર શિક્ષણની ખશેટ સતત વર્તાતી રહે છે. અર્લી ચાઈલ્ડ એજયુકેશન સિસ્ટમનો અમલ બાજુ નથી સરકારી દાયરામા આવતા 4 થી 6 વર્ષના નાના બાળકોને પ્રારંભીક બાળ શિક્ષણ અને સંભાળ બાબતે સક્રિય કાર્ય પ્રારંભ થતાં હવે સારા પરિણામો બાળકોનો પાયો બૂનિયાદી રીતે પાકકો થવાથી સારા મળવાની આશા જાગી છે.
કોઈ પણ દેશનો વિકાસ તે દેશના શિક્ષણ પરથી આંકી શકાય છે. દેશનું મોટુ બજેટ શિક્ષણ અને આરોગ્ય પાછળ જ ખર્ચાય છે. ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. આપણા દેશમાં શિક્ષણ ઉપર બહુ જ ઓછુ કામ થયું છે. આઝાદી પછીના બે દશકા બાદ 1968માં શિક્ષણમાં પ્રથમ પરિવર્તન કરાયું ને બાદમાં બીજા બે દશકાએ 1986માં શિક્ષણ નીતિમાં બદલાવ આવ્યો આ ઉપરાંત હાલ 2020માં નવી શિક્ષણનીતિ આવી જોકે તેનો અમલ આવનારા બે વર્ષોમાં થશે.
આઝાદી બાદ આપણા દેશમાં બે દશકા સુધી શિક્ષણનો વ્યાપ ખુબજ ઓછો હતો જોકે બંધારણમાં 6 થી 14 વર્ષનાંતમામ બાળકોને મફત -ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. 1968થી બીજા તબકકાના બદલાવમાં લોકોને શિક્ષણની મહત્તા સમજાઈ ને લોકો ભણવા લાગ્યા આ ગાળામાં કલા વાણિજય અને વિજ્ઞાન જેવા પ્રવાહો અમલમાં હતા જે બાદમાં દેશે પ્રગતી કરતા ઉલ્ટાથઈ ગયા એટલે કે વિજ્ઞાન વાણીજય અને કલા થઈ ગયું જીવન જીવવાની કલાલ આર્ટસના શિક્ષણથક્ષ મળતી હતી આમ થવાથી ભણતરમાંથી જીવનનું ગણતર નીકળી ગયું આજે તો ધો.8નો વિદ્યાર્થી પણ આપણી માતૃ ભાષામાં કડકડાટવાંચી નથી શકાતો. સરકારીી શાળાઓ જ પહેલા હતી. ધીમેધીમે ખાનગી શાળાઓનો પગ પેસારો થતા શિક્ષણમાં ફીનું આગમન થઈ ગયું. પહેલા ના જમાનામાં સોટીવાગે ચમચમ વિધા આવે રમઝમ ની વાત હતી આજે તોસરકારી પરિપત્ર જ છે કે બાળકોને શિક્ષા ન કરવી. અગાઉતો નાના ધોરણમાં મૌખીક પરીક્ષાનું મહત્વ હતુ. ને સંગીત ચિત્ર રમત ગમતના પણ માર્ક અપાતા હતા. આજે પણ જેલોકો 1960 થી 80ના દાયકા વચ્ચે ભણેલા છે. તેબધી જ રીતે હોંશિયાર છે. અને એની તોલે આજનો એમબીએનો સ્ટુડન્ટ પણ ન આવે વગર કોંચીંગે બાળક બધી કલામાં પારંગત શાળા વાતાવરણમાં જ થઈ જતો.
પહેલાના શિક્ષકો પુરી નિષ્ઠા લગનથી ભણાવતા અને હા ત્યારે તેનો પગાર 60 રૂ. જ હતો. શાળાંત કે મેટ્રીકપાસ ને એ જમાનામાં આરામથી નોકરી મળી જતી હતી બાદમાં પી.ટી.સી. ને બી.એડ. બાદ આજે ટીચર ટ્રેનીંગ કોર્ષ આવી ગયો છે. પણ પહેલા જેવી શિક્ષણની પધ્ધતી, ભણાવવાની ટેકનીક, સહઅભ્યાસીક પ્રવૃત્તિ વિગેરેને કારણે ખરા અર્થમાં બુનિયાદી શિક્ષણ હતુ જેમાં બાળકોનો પ્રારંભથી પાયો પાકકો થઈ જતો હતો માિ એકડીયાની ચોપડીમાંથી બાળક ઘણુ શીખી જતો હતો. ગણીત જેવા વિષયો કયારેય અધરા લાગ્યા ન હતા.
આપણો સમાજ પરિવર્તનશીલ છે બદલાતા સમય સાથે શિક્ષણમાં નવી તરાહ ઉમેરાતી ગઈ 11મું મેટ્રીક ગણાતું ને પછી 10+1ની ચાલુ થતા ધો.10 બોર્ડ થયું ને 12મું બોર્ડ થયું જેને કોલેજના ચારને બદલે ત્રણ વર્ષ થઈ ગયા છે. આજે 24 વર્ષે ભણી ગણીને બહાર આવે ત્યારે છાત્રો સામે તેની કારકીર્દીના હજારો સવાલો ઉભા જોવા મળે છે. 1980ના દાયકાબાદ અંગ્રેજી શિક્ષણના યુગે જોર પકડયું ને ટકાનું મહત્વ વધી ગયું. આજે ભલે આપણને લાગે કે શિક્ષણમાં આમુલ પરિવર્તન આવ્યું છે.પણ વાસ્તવિકતા જુદી છે.
ગાંધીજીએ કહ્યું છે, બાળક અથવા મનુષ્યના શરીર મન અને આત્મામાં જે શ્રેષ્ઠ છે. તેને બહાર કાઢવું તે શિક્ષણ અને આવું કરી શકે તે સાચો શિક્ષક. જે કૃષ્ણ મૂર્તિ કરે છે.સમગ્ર જીવન જીવી શકે એવુ સુસંવાદી વ્યકિતઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોત્તમ કાર્ય છે. આજના યુગની શાળાઓ શિક્ષણ શિક્ષકો જોઈને જુના લોકો ‘સ્કુલ ઈઝ ડેડ’ જેવા શબ્દો બોલે છે. આજ ચારેકોર શિક્ષણના હાટડા ખુલી ગયા છે. ગોખણીયા જ્ઞાનનો યુગ આવી ગયો છે. ટકા બાદ હવે પી.આર.કે.ગ્રેડના જંગલમાં છાત્રોને વાલી ખોવાઈ ગયા છે.પહેલાના જમાનામાં આજના જેવું ભારેખમ દફતર જ નહતુ, પિરીયડ પધ્ધતી જ ન હતી છતાં બાળકને બધું જ આવડતુ હતુ. એ જમાનામાં ભૌતિક સુવિધા નામે કશું જ નહી ને આવી ટેકનોલોજીકે અધતન સાધનો પર નહતા છતાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ જતો. આજે જ્ઞાનના ભંડાર પણ ધરીવાર નકામો લાગે છે. ખરા અર્થમાં જો,ૃે તો એજ ભાર વગરનું ભણતર હતુ. શિક્ષણનું ટ્રેસ ન હતુ. કોઈ છાત્ર આપઘાત ન કરતો કારણ આનંદમય પ્રવૃત્તિમય શિક્ષણ પધ્ધતિ હતી.
બહુજુના સમયમાં બાલમંદિર કે આજના પ્લેહાઉસ જેવું કશું જ ના હતુ આ બધુ છેલ્લા સાડા ત્રણ દાયકામાં આવ્યું પાંચ વર્ષ પૂર્ણ થયે મા-બાપ ધો.1માં નામ નોંધાવી દેતા આજે 3 વર્ષના બાળકોનાં પ્રવેશમાં મા-બાપ અને બાળકનું ઈન્ટરવ્યુ આપવુ પડે છે. આવા ડિંડક આ યુગમાં ચાલી રહ્યા હોય ત્યાં બાળકના મનોવિજ્ઞાનને કોણ સમજે મસમોટી ફીનો યુગ આવ્યો પહેલા વાલીઓને આવી કશી ચિંતા ન હતી. પહેલો પ્રાથમિક બપોરે ને હાઈસ્કુલ સવારે ભણાવાતી ને શનીવારે અડધો દિવસ હોય વરસની બે પરીક્ષા છ માસીક અને વાર્ષિકની સિસ્ટમ હતી જહોન ડોલ્ટનની સ્વાધ્યાય પધ્ધતી અને ગાંધી વિચાર પ્રસારને પરિણામે નઈ તાલીમ તથા બુનિયાદી શિક્ષણ આવ્યું હતુ. આ પધ્ધતીમાં છાત્રોને સર્વકળાઓનું શિક્ષણ મળી જતુ હતુ. શિક્ષણના ગોલ્ડન યુગમાં દફતર હળવું ફુલ હતુ. ત્યારનાં બચપણનાં દિવસોનો આનંદ ધિંગામસ્તી મુકત હાસ્યની સાથે કયારેય ભણીગણીને મોટા થઈજતા એજ ખબર ન પડતી આજે તો અંગ્રેજી શાળામાં ભણતા બાળકને માતૃભાષામાં પોતાનું નામ લખતા પણ નથી આવડતું.