2001માં ભારત આવેલા મુસ્લીમ રાષ્ટ્રના વડાપ્રધાને પણ સ્વીકાર્યુ હતું કે હુ: ધર્મે મુસ્લીમ છું પરંતુ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાની કૃપાથી આ દરજજે પહોચ્યો છું
ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દ્વારા યુવાનોમાં ચરિત્ર નિર્માણ અંગે દેશના ઘર ઘરમાં ગીતાનો સંદેશ પહોચવા સંસ્થાના રાષ્ટ્રીય અઘ્યક્ષ, રામકૃષ્ણજી ગોસ્વામીએ ‘અબતક’ નો લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં ‘ગીતા સંદેશ’ અને ચારિત્ર્ય નિર્માણ અંગે વિસ્તૃત માહીતીઓ તાજેતરમાં જ પ્રસારીત કરવામાં આવી હતી. જે અહીં રજુ કરવામાં આવી છે.
સવાલ:- ભારતમાં ચરિત્ર નિર્માણની જરુર કેમ પડી…?
જવાબ:- ચરિત્ર એક વિચારધારાનું પ્રતિક છે આજ મોટા ભાગના લોકોનું દ્રષ્ટિકોણ હું અને મારો પરિવારએ સિવાય અન્ય લોકો માટેની દ્રષ્ટિનો અભાવ જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ એ જ કહ્યું છે કે, આ બાબત અજ્ઞાનનું એક કારણ છે જેથી પાડોશી, મહોલ્લો, ગામડે, શહેર, જિલ્લો, રાજય અને સમગ્ર દેશમાં યુવાનોમાં ‘ગીતા’ નો સંદેશ દ્વારા ચરિત્ર નિર્માણ કરવા ના અભિયાનનો આરંભ કરાયો છે.
સવાલ:- શું આપના પ્રયાસોથી દેશમાં ચરિત્ર નિર્માણ થશે? કેવી રીતે?
જવાબ:- ભારત ચરિત્ર નિર્માણ દ્વારા તિહાડ જેલ ખાતે આ યાત્રાનો આરંભ 1999 માં કરવામાં આવ્યો હતો. અને ગુનેગાર કેદીઓ માટે ચરિત્ર નિર્માણ જરુરી છે અને તે પણ શ્રીમદ્દ ભગવત ગીતા દ્વારા શકય છે. અને ગીતાનો સંદેશ અને અઘ્યયનથી જેલમાં સજા ભોગવતા કેદીઓમાં ચરિત્ર નિર્માણ શકય છે અને ગીતાજ્ઞાન સેંકડો કેદીઓમાં પણ પરિવર્તન આવ્યું અને જેલ પ્રસાશકોએ ચરિત્ર નિર્માણ સંસ્થાને માન્યતા આપી એક કાર્યક્રમમાં સન્માનીત કરાઇ
સવાલ:- ‘ગીતા’માં દર્શાવેલ કર્મના જ્ઞાનથી વ્યકિતમાં ચરિત્ર નિર્માણ થાઇ શકે ?
જવાબ:- વ્યકિત સારૂ કર્મ કરે છે કે ખરાબ તેનું જ્ઞાન હોવું અતિ આવશ્યક છે જેથી વ્યકિતનું શ્રેષ્ઠ કર્મ અને તેની સમજથી ચરિત્ર નિર્માણ થઇ શકે ગીતાના ચોથા અઘ્યાયમાં એ બાબતે પ્રકાશ પાડયો છે.
સવાલ:- ફળની આશા વગર કોઇ કર્મ કરી શકે ખરૂ ?
જવાબ:- જો કે આ બાબતે ‘ગીતાજી’ ના ત્રીજા અઘ્યાયનના 9 અને 1રમાં શ્ર્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે શ્રેષ્ઠ કર્મ કરનાર વ્યકિતને દેવી વ્યવસ્થા, ઇશ્ર્વરીય વ્યવસ્થા ચોકકસ સહાય કરે છે અને જે શ્રેષ્ઠ કર્મ કરે તેને શ્રેષ્ઠ ફળ મળે જ છે.
સવાલ:- વ્યસન, ફેશન અને મોબાઇલ સાથે સતત જોડાયેલ વ્યકિતમાં ચારિત્રા નિર્માણ કરવાની કોઇ સ્કીમ ખરી?
જવાબ:- 2005માં ગીતા જયંતિ અવસરે અપરાધ મુકિત વૈચારિક અભિયાન અંતર્ગત કુરૂક્ષેત્રથી દ્વારકા ખાતેની યાત્રા દરમિયાન સાબરમતી જેલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુસ્લીમ રાષ્ટ્ર તુર્કી વડાપ્રધાાન બેલેન્ટ એચેવીટ 2001માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં તેણે એકરાર કર્યો હતો કે હું છેલ્લા 1પ વર્ષથી ગીતાનું અઘ્યાયન કરું છું. ધાર્મિક દ્રષ્ટિએ હું ચુસ્ત મુસમાન છું છતાં આજે હું જે કંઇ છું તે ‘ગીતા’ ના લીધે જ છું અને આનાથી મોટો ચમત્કાર શું હોય શકે… ત્યારબાદ સુરત, વડોદરા, રાજકોટ, જામનગર વગેરે જેલોમાં કાર્યકમો યોજયા હતા. અને ગીતા ના અઘ્યયનથી ચોકકસ ચરિત્ર નિર્માણ થઇ શકે.
સવાલ:- આજના રાજનીતીજ્ઞોને મોટાભાગના લોકો માનવધર્મી નથી માનતા આપ માનો છો?
જવાબ:- ભગવાન શ્રી કૃષ્ણનો ‘યુગે યુયે હી ધર્મસ્ય’ નો શ્ર્લોક ટાંકતા ગોસ્વામીજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણજીએ કહ્યું છે કે ધર્મની રક્ષા કાજે સજજનોની રક્ષા અને દુર્જનોને દંડ દેવા યુગે યુગે હું અવતરીશ રાજનીતી અને ધર્મની નીતી એકબીજાના પર્યાય છે. રાજનીતીની ન્યાય વ્યવસ્થાથી લઇ કોઇપણ યોજના વ્યવસ્થા ધર્મ વગર શકય નથી.
સવાલ:- ભારતવાસીઓને શેની જરૂર છે? સાયન્સ, મેડીકલ સાયન્સ ટેકનોલોજી કે ધર્મગ્રંથની ?
જવાબ:- ધર્મગ્રંથને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઇએ તો ધર્મશાસ્ત્ર, ચિંતન, મંથન શિક્ષણ, પ્રશિક્ષણ વગેરે ચલાવવામાં ન આવે તે ધર્મ નથી અને રાજનીતીથી વધારે માનવ વિકાસ માટે કોઇ સાધન નથી.
સવાલ:- કોરોનાનું મુળ કે તે અંગેની વાત ગીતામાં છે ?
જવાબ:- 5157 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પંચેન્દ્રીયો વાળુ આ શરીરમાં મન, મનથી બુઘ્ધિ, બુઘ્ધિથી આત્માને જાણી શકાય છે. તેમાં પણ કહેવાયું છે કે કામનાને મારો કોરોના કામના રૂપી છે. શું ખાવું શું ન ખાવું, કઇ દવા લેવી, કેની પાસે જવું એ બધુ જ્ઞાન હોવું જોઇએ અને આમ જોઇએ તો ભયથી મોટા ભાગના લોકોને કોરોના ભરખી ગયો હોય તેવું લાગે છે.
સવાલ:- લોકો ધાર્મિક છે કે ધાર્મિક છે કે ધાર્મિક હોવાનો દેખાવ કરે છે?
જવાબ:- ધર્મ દર્શન, આધાત્મ દર્શન અને આત્મદર્શન ભગવાન છે જે દરેકના હ્રદયમાં બીરાજમાન છે પરંતુ આપણે તેને બહાર ગોતીએ છીએ. જયાં સુધી પરમાત્માને અંદર ગોતવાની દ્રષ્ટિ નહી હોય તયાં સુધી આત્મદર્શન શકય નથી. ગોસ્વામીજીએ લોકોને સંદેશ આપતા અંતમાં જણાવ્યું હતું કે લોકો દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો ક્રિષ્નમ વંદે જગતગુરુમ વૈશ્ર્વિક મહામંત્ર ગ્રહણ કરે અને ગીતાનું અઘ્યયન કરે તો આધી વ્યાધી ઉપાધી માંથી મુકિત મળે છે.