- ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ હુ*મલાનો બનાવ આવ્યો સામે
- એક યુવકે કેમિકલ યુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર કર્યો હુ*મલો
- કેમિકલ હુ*મલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ
- ડોક્ટરને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો
- કેમિકલ હુ*મલાના CCTV આવ્યા સામે
સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યાં છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વ્યક્તિએ ડોક્ટરની ક્લિનિકમાં ઘુસીને જ્વલનશીલ કેમિકલ છાંટી દીધું હતું. જેથી ડોક્ટરની હાલત ખરાબ થઈ હતી. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો. ગોડાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો. તબીબ પર કેમિકલ નાખ્યું હતું. યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો.
સુરતના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી. શ્રીસાંઈ ક્લિનિક ચલાવતા ડૉ. શામજી બલદાણિયા પર ધીરુ કવાડ નામના વ્યક્તિ દ્વારા એસિડ-એટેક કરવામાં આવ્યો હતો. ગુરુવાર રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ ધીરુ કવાડ એસિડ ભરેલો કેરબો લઈને ડૉક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને સલ્ફ્યુરિક એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં પણ કેદ થવા પામી છે.
ડોક્ટર શામજી બલદાણીયા પર એસિડ-એટેકની ઘટના બાદ ગોડાદરા પોલીસે આરોપી ધીરુ કવાડની ધરપકડ કરી છે. આરોપી ધીરુ રત્ન કલાકાર છે. આરોપીના પરિવારમાં છેલ્લા ઘણા સમયથી દેરાણી અને જેઠાણી વચ્ચે તકરાર ચાલતી હતી, જેના કારણે પરિવારના સભ્યો માનસિક તણાવમાં આવી ગયા હતા. જેનો બદલો લેવા માટે આરોપી ધીરુએ ડોક્ટર પર એસિડ એટેક કર્યો હતો. ડો. શામજી બલદાણીયા આરોપીના ભાઈની પત્નીના ભાઈ છે.
આ સમગ્ર મામલે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે, ડોક્ટર શામજી બલદાણીયાની બહેન, આરોપી ધીરુની પત્નીની દેરાણી છે. દેરાણી અને જેઠાણી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. આરોપી ધીરુને લાગ્યું કે, બંને વચ્ચેના ઝઘડાનું કારણ ડોક્ટર છે અને તેમના જ કારણે ઘરમાં કલેશ થાય છે. આ કારણસર તેણે દુકાનમાંથી એસિડ ખરીદી ક્લિનિક પર પહોંચ્યો હતો અને ત્યાં બેસેલા ડોક્ટર પર અચાનક જ એસિડ-એટેક કરી દીધો હતો. તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસિડ ક્યાંથી ખરીદાયું તે અંગેની તપાસ ચાલી રહી છે. ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પીળા રંગનો શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનો કેરબો લઈને એકાએક દોટ મૂકીને ક્લિનિકમાં પ્રવેશ કરે છે. શખ્સે ગણતરીની સેકન્ડોમાં ડૉક્ટર પર એસિડ ફેંક્યો. આ હુમલા બાદ ડૉ. બલદાણિયા આ શખસ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારીને ક્લિનિકની બહાર કાઢી મૂકે છે.
આ ઘટનામાં ડૉ. શામજી બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શખસને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.
આ અંગે મળેલી માહિતી મુજબ, હુમલો કરનાર શખસ ધીરુ કવાડ હતો, જે ડૉ. બલદાણિયાનો જ પરિચિત છે. કૌટુંબિક વિખવાદને કારણે આ હુમલો કરાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. ધીરુ કવાડે હુમલાની પૂર્વે બે વાર ક્લિનિકની રેકી કરી હતી અને આ યોજના બનાવ્યા બાદ એસિડનો કેરબો લઈને ડૉક્ટર પર હુમલો કર્યો. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય